દાનવીર: 15 વર્ષના વિદ્યાર્થીએ પશુ મેળામાં કમાયેલા 10 લાખ રૂપિયા બાળકોની હોસ્પિટલને દાનમાં આપ્યા

અમેરિકાના ઓહાયો રાજ્યમાં 15 વર્ષના વિદ્યાર્થીએ બાળકોની હોસ્પિટલ માટે 10 લાખ રૂપિયા (15,000 ડોલર) દાન કરવાને કારણે ચર્ચામાં છે. હકીકતમાં પશ્ચિમી રિઝર્વ સ્કૂલમાં 7મા ધોરણમાં અભ્યાસ કરતો ડિઝેલ પિપર્ટ છેલ્લા કેટલાક દિવસોથી કાઉન્ટી મેળામાં પ્રાણીઓનું વેચાણ કર્યા પછી 10.74 લાખ રૂપિયા કમાયા હતા જે તેને સેન્ટ જ્યૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં દાન કરી દીધા.

સ્કૂલે ડિઝેલના આ કાર્યથી તેનું સન્માન કર્યું હતું અને આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ડિઝેલે જણાવ્યું કે, એવા કેટલાય બાળકો છે, જેને યોગ્ય સારવાર નથી મળતી. હું મદદ કરવા માટે સક્ષમ છું એટલા માટે મદદ કરવાનો મે નિર્ણય કર્યો હતો. સ્કૂલે લખ્યું હતું, ‘ડિઝેલ તું હીરો છે.’

આ પોસ્ટને 1000થી વધારે વખત સોશિયલ મીડિયા યૂઝર્સે શેર કરી છે. ડિઝેલ દ્વારા આપવામાં આવેલ દાનથી પ્રભાવિત થઈને અન્ય લોકોએ પણ રિસર્ચ સેન્ટરને દાન આપ્યું.

એક યુઝરે લખ્યું, તે દુનિયા બદલી નાખી

સ્કૂલની પોસ્ટ પર એક યૂઝરે લખ્યું કે, તે આપણા સમાજ અને આસપાસની દુનિયાને હંમેશ માટે બદલી નાખી છે. ‘તે બહુ પ્રશંસનીય કામ કર્યું છે. ડિઝેલ, મને આશા છે કે, તારા આ નિર્ણય દુનિયામાં ચમત્કારી સાબિત થશે. તમારા તરફથી આપવામાં આવેલાં દાન માટે ખૂબ ખૂબ આભાર.’

અન્ય એક યુઝરે લખ્યું, ‘સારું કાર્ય કરવા માટે કોઈ ઉંમર નથી હોતી અને તે લોકો હંમેશાં અસાધારણ હોય છે. બીજા લોકોને પ્રેરણા આપે છે. અભિનંદન મિસ્ટરપિપર્ટ અને જે લોકોએ તને સારું શિક્ષણ આપ્યું તેમને પણ ધન્યવાદ.’

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો