ભાવનગરમાં સ્કૂલબસમાંથી ફંગોળાઈ જઈને વ્હીલમાં આવી જતા 14 વર્ષની બાળકીનું મોત, ઠસોઠસ ભરેલી સ્કૂલબસ બની કાળ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના વાળુકડ ગામે આવેલી વાળુકડ માધ્યમિક શાળામા઼ અભ્યાસ કરતી સોડવદરની વિદ્યાર્થિની સવારે શાળાની બસમાં શાળાએ જવા નીકળી હતી. દરમિયાન ભંડાર ગામ નજીક પહોંચી તે વખતે બસ ચાલકે રોડ પર વળાંકમાં બસને ટર્ન મારતા બસમાં ઉભેલી સગીરા ફંગોળાઇ નીચે પડી હતી. જ્યાં બસના પાછળના વ્હીલ નીચે આવી જતા મોત નીપજયું હતું. અકસ્માતને પગલે પરિવાર અને સ્થાનિકોમાં શોકનો માહોલ અને આક્રોશ જોવા મળ્યો હતો.પરિવારના જણાવ્યા અનુસાર, બસમાં ઠસોઠસ વિદ્યાર્થિઓ ભરવામાં આવે છે તેમજ અકસ્માત બાદ ઘટના સ્થળેથી બસને પણ બદલી નાખવામાં આવી હતી.

વળાંક પર સ્પીડ ઓછી કર્યા વગર જ ટર્ન માર્યો

ભાવનગર તાલુકાના વરતેજ પોલીસ મથક હેઠળજના સોડવદર ગામે રહેતા કલ્પેશભાઇ હીરાભાઇ ચૌહાણની દીકરી તુલસી (ઉ.વ.14) કે જે વાળુકડ માધ્યમિક શાળામાં ધોરણ-9 માં અભ્યાસ કરે છે અને શાળાની બસમાં દરરોજ અભ્યાસ માટે અપ-ડાઉન કરે છે. તેણી આજે નિત્ય સમય મુજબ સવારે 6-45 કલાકે શાળાની બસમાં શાળાએ જવા નીકળી હતી. દરમિયાન સોડવદર ગામથી માત્ર 2 કી.મી. દુર બસ પહોંચી તે વખતે ભંડાર ગામ નજીક બસ ચાલકે વળાંક પર બસની સ્પીડ ઓછી કર્યા વગર કાવો મારતા બસમાં દરવાજા નજીક ઉભેલી વાળુકડ માધ્યમિક શાળામાં ધોરણ-9 મા અભ્યાસ કરતી તુલસીબેન કલ્પેશભાઇ ચૌહાણ બસમાંથી રસ્તા પર ફંગોળાઇ બસના પાછળના વ્હીલ નીચે આવી જતા બસના વ્હીલ તેના પર ફરી વળતા તેનુ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત સર્જી બસ ચાલક રફીક નાસી છૂટયો હતો.

બસની ફી બાકી હોવાથી તેને બસમાં ઊભી રખાતી હતી

વાળુકડ માધ્યમિક શાળામાં શાળાની જ બસમાં છેલ્લા એક વરસથી મારી દીકરી અભ્યાસ માટે જતી હતી. મારી દિકરી તુલસીની બસ ફી ભરવાની બાકી હતી. જેથી મારી દીકરીને બસમાં બેસવાની મનાઇ હતી અને ઉભા ઉભા જ સ્કુલે જવુ પડતુ હતુ. છેલ્લા બે-ત્રણ દિવસથી બસ ફી બાકી હોવાથી તેણીને બસમાં પણ લઇ જવાઇ ન હતી. મેં મારી પત્નીના સોનાના ઘરેણા વહેંચી સ્કુલ ફી ભરી પછી આજે જ બસ ચાલકને કહેતા મારી દીકરીને આજે બસમાં શાળાએ લઇ જવાઇ હતી અને આ ઘટના બનવા પામી છે. – કલ્પેશભાઇ હીરાભાઇ ચૌહાણ, ભોગ બનનાર સગીરાના પિતા, સોડવદર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો