અમદાવાદમાં ઐતિહાસિક કિસ્સો સર્જાયો, હાર્ટમાં 11 હજાર વોલ્ટનો કરંટ લાગ્યા બાદ પણ 14 વર્ષના કિશોરનુ હ્રદય ફરીવાર ધબકતુ થયું છે.

જો કોઈને 440 વોલ્ટનો કરંટ લાગે તો પણ તેનુ જીવન બચી શકતુ નથી પરંતુ તમે માની શકો છો કે કોઈ વ્યક્તીને 11 હજાર વોલ્ટનો કરંટ લાગે અને તે જીવી જાય, પરંતુ આ ચમત્કાર થયો છે અમદાવાદમાં (Ahmedabad) હ્રદયમાં (Heart) 11 હજાર વોલ્ટનો કરંટ (11,000 KV Current) લાગ્યા બાદ પણ 14 વર્ષના કિશોરનુ હ્રદય ફરીવાર ધબકતું થયું છે. રાજસ્થાનના જોધપુર જીલ્લાના મથાણીયા ગામનો રહેવાસી આ કિશોરને અમદાવાદમાં નવું જીવન (Operated successfully) મળ્યુ છે. 14 વર્ષીય કિશોર દિનેશ પરીહાર સાથે એવી ઘટના બની કે કિશોર તેના પિતા સાથે તેના ફાર્મમાં ગયો હતો. વરસાદની સીઝન હતી અને દિનેશને ખ્યાલ ન રહેતા તેણે 11 હજાર વોલ્ટના વાયરને હાથમાં પકડી લીધો, અને પછી શું તે વાયરના કરંટથી તેના હાથ અને આંગળીઓ બળીને રાખ થઈ ગઈ અને પછી તે વાયર તેના હૃદય પર પડ્યો અને તે શોક એટલો ગંભીર હતો કે હૃદયમાં અને તેની આસપાસ એક વેત જેટલો વર્તુળકાર ખાડો પડી ગયો અને હૃદયના અંદર તથા આસપાસનો મહ્તવનો ભાગ બળીને રાખ થઈ ગયો.

દિનેશ પરીહાર કે જેને હાલમાં નવજીવન મળ્યુ છે તેણે જણાવ્યું કે ‘મારા ફાર્મમાં મારા પિતાજી અને હુ બન્ને ગયા હતા. ત્યારે હું ટ્યૂબવેલ ચાલુ કરવા ગયો હતો. વરસાદની સીઝન હતી તો ત્યાંની વાયરીંગને મેં મારા હાથથી પકડી લીધી હતી. 11 હજાર વોલ્ટનો કરંટ હતો મને ખબર નહતી મારી આંગળીઓ બધી જ બળી ગઈ અને ખરાબ થઈ ગઈ. અને પછી તે વાયર મારા હાર્ટ પર પડ્યો અને હાર્ટમાં ખાડો પડી ગયો’

આપને જણાવી દઈએ કે આ સ્થિતિમાં આજ દિન સુધી કોઈ દર્દીનું હૃદય તેનુ જીવન ફરીવાર ધબક્તુ થયુ હોય તેઓ આ પ્રથમ કિસ્સો છે. જોધપુરના સ્થાનિક તબીબોની સામે જ્યારે આ કેસ આવ્યો ત્યારે તેમણે હાથ ઉંચા કરી લીધા અને પછી દિનેશને અમદાવાદ ખાતે સારવાર માટે લાવવામા આવ્યો, અને 3 તબીબોની ટીમ જેમાં પ્લાસ્ટીક સર્જન અને બર્ન્સ સ્પેશિયાલિસ્ટ , સર્જન અને ક્રિટીકલ કેર નિષ્ણાંતે આ ચેલેંજ ઉપાડી અને શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં તેનું ઑપરેશન કરવામા આવ્યું. આજે તબીબોનુ કહેવુ છે કે દિનેશ ઓલિમ્પિકમાં પણ ભાગ લઈ શકે છે. તેને હાર્ટ કે શ્વાસ લેવામા કોઈ તકલીફ નહી થાય.

બર્ન્સ સ્પેશીયાલીસ્ટ એન્ડ પ્લાસ્ટીક સર્જન ડૉ. વિજય ભાટીયા જણાવે છે કે ‘જ્યારે પેશન્ટને આ ઈજા થઈ ત્યારે 11 હજાર વોલ્ટનો વાયર સીધો તેના હાર્ટનો જે ભાગ છે તેના પર પડ્યો હતો, એટલે કરંટ જ્યારે શરીરમાંથી પાસ થયો ત્યારે હાર્ટમાંથી પણ પાસ થયો હતો અમને ચામડી બળી ગઈ અને પસળીઓ દેખાતી હતી. જ્યારે મરીજ આવ્યો ત્યારે તેને ક્રીટીકલ કેરમાં સ્ટેબલ કરાયો. અમે તેની તપાસ કરી કેમ કે તેને માથા પરના ભાગમાં પણ ઈજા હતી. માથામાં હાથમાં છાતીમાં કેટલું ડેમેજ થયું તેની તપાસ કરવામા આવી ત્યારે અમને ખબર પડી કે હાર્ટની ઉપરની બધી જ લેયર્સ મરી ગઈ હતી. એટલે પછી સ્ટેબલ કર્યા પછી ઈનફેક્શન પણ હતુ ત્યાં ઍન્ટીબાયોટીક શરુ કર્યા બાદ તેના કવરના ભાગ રુપે તેને ઓપરેશનમાં લીધો અને સર્જને જે પસલી અને મરી ગયેલી વસ્તુઓ હતી જે કાઢી ત્યારે હાર્ટ અને ડાબી બાજુનો ફેફસો એ ખુલી ગયો હતો તેની પર લોઈ ફરતી ચામડી મુકવી. તે મારા માટે મોટો ચેંલજ હતુ. જેમાં અમે સફળ રહ્યા હતા.

ઑપરેશનમાં સામેલ હ્રદયના સર્જન ડૉ. સુકુમાર મેહતા અને ક્રીટીકલ કેર નિષ્ણાંત નિરવ વિસાવડીયા કહે છે કે ‘ચેલેન્જ ઘણી મોટી હતી કારણ કે મે પહેલી વખત જ્યારે આઈ.સી.યુમાં જઈ દર્દીન જોયો ત્યારે છાતીના આગળના ભાગમાં મોટું ગાબડું હતુ. એક વેત જેટલા વર્તુળાકાર એરીયામાં ગાબડું પડી ગયું હતું. તે ગાબડાની ઉંડાઈ કેટલી છે તે જાણવું પણ મુશ્કેલ હતું અમને લોગ્યુ કે તે ગાબડું હ્રદયના અંદરના ભાગ સુધી હશે અને એવું જ થયું એટલે માત્ર છાતીની ચામડી નહીં પરંતુ ચરબી તેની નીચેનું તેની નીચેની પાસળીઓ પણ બળી ગયા હતા અને ડેડ થઈ ગયા હતા અને તેની નીચે ફેફસા અને હ્રદયની આજુબાજુના આવરણ પર પણ બર્ન્સની અસર હતી, એટલે આ એક ચેલેન્જીંગ જટીલ કેસ હતો મારી કારકીર્દીમાં હાઇટેન્શન કરંટથી હ્રદયને આ રીતે નુકસાન થયું હોય તેવું મેં પ્રથમવાર જોયુ અને અમે પછી ઈન્ટરનેટ પણ લિટરેચર દ્વારા આ કેસ બાબતે સર્ચ કર્યુ. આ રીતે હ્રદય સુધી હાઈટેન્શન કરંટથી ગાબડું પહોચી ગયું હોય તેવું આજદિન સુધી ઈતીહાસમાં થયું નથી.

11 સપ્ટેમ્બર 2019ના રોજ દિનેશનું પહેલું ઑપરેશન કરવામા આવ્યુ હતું જેમાં તેના હૃદય પરથી એક પછી એક બળીને નિષ્ક્રીય થઈ ગયેલા તમામ ભાગ કાઢી લેવાયા હતા. ખુલ્લા પડી ગયેલા હૃદયને દર્દીના જમણા પડખાની બાજુથી સ્વસ્થ ચામડી અને સ્નાયુઓનો એક ભાગ લઈ હૃદયને કવર કરવામા આવ્યુ હતુ. પછી થી બીજા ઓપરેશન કરવામા આવ્યા હતા. કુલ મળીને દોઢ મહીનાની સારવાર બાદ દર્દી સ્ટેબલ થઈ શક્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો