એક્ટર સોનુ સૂદે 135 વિદ્યાર્થીઓને પ્લેન બુક કરાવી કિર્ગિઝસ્તાનથી કાશી પહોંચાડ્યા

કોરોના મહામારીમાં માત્ર દેશ જ નહિ પણ દુનિયાભરમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો પ્રવાસીઓને સોનુ સૂદ મદદ કરી રહ્યો છે. તેણે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સ્પાઈસ જેટ એરલાઈનનું વિમાન બુક કરાવ્યું. મધ્ય એશિયામાં આવેલા કિર્ગિઝસ્તાન દેશની રાજધાની બિશ્કેક સ્થિત માનસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શેડ્યુલ પ્રમાણે વિમાન પહોંચી ગયું હતું. ગુરુવારે બપોરે 3:50 વાગ્યે 135 વિદ્યાર્થીઓ સાથે પ્લેને ઉડાન ભરી અને તેઓ 9:40 વાગ્યે વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પહોંચ્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને વિમાનમાંથી 10-10 વિદ્યાર્થીઓ ઊતર્યા. મેડિકલ ટીમે દરેકની તપાસ કરી. સરકારની ગાઈડલાઈન પ્રમાણે દરેક વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા. સૌથી વધારે વિદ્યાર્થીઓ બિહારના હતા. તે ઉપરાંત મુંબઈ, હરિયાણા, કુશીનગર, આઝમગઢ અને છત્તીસગઢના રહેવાસી પણ હતા.

3 દિવસમાં પ્લેનની વ્યવસ્થા કરી દીધી

માર્ચ મહિનાથી આ દરેક મેડિકલ સ્ટુડન્ટ ત્યાં ફસાયા હતા. ટ્વિટર પર તેમણે ભારત સરકાર, એમ્બસી અને સોનુ સૂદ પાસે મદદ માગી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે, સરકારે ત્રણ મહિના સુધી અમારી વાત ન સાંભળી પણ સોનુ સૂદે માત્ર 3 દિવસમાં અમારા માટે પ્લેનની વ્યવસ્થા કરી દીધી.

‘સોનુ સૂદ રિયલ સ્ટાર છે’

સિદ્ધાર્થનગરની રહેવાસી મેડિકલ સ્ટુડન્ટ સાયલા બાનોએ જણાવ્યું કે, માર્ચ મહિનાથી અમારી કોલેજ બંધ થઇ ગઈ હતી. હોસ્ટેલમાંથી ઘણા વિદ્યાર્થીઓ પોતાને દેશ જતા રહ્યા હતા.લોકડાઉનમાં જમવાનું પણ અમારે જાતે બનાવવું પડતું હતું. MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી રાકેશ શર્માએ કહ્યું કે, 18 હજાર રૂપિયા દર મહિને ભાડું આપવું પડતું હતું. અભ્યાસ બંધ હતો. અમે ઘણી બધીવાર બંને એમ્બસીમાં ઈમેલ કર્યા પણ કોઈએ અમને જવાબ ન આપ્યો. સોનુ સૂદ રિયલ સ્ટાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો