વડોદરામાં 13 વર્ષની છોકરીને કોરોના ભરખી ગયો, રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકોમાં જ થયું મોત

13 વર્ષની એક કોરોના પોઝિટિવ છોકરીનું વડોદરાની હોસ્પિટલમાં મોત થયું છે. ગોત્રીની GMERS હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આ છોકરી પ્રતાપગઢની હતી, અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકોમાં જ તેનું મોત થયું હતું. આ ઉપરાંત, શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા 58 વર્ષના મોહમ્મદ હનીફ પઠાણે પણ મંગળવારે દમ તોડ્યો હતો. 8 એપ્રિલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

તમને જાણીને નવાઈ લાગશે કે બાળકીનું મોત થયા બાદ હોસ્પિટલ કે તંત્ર પાસે બાળકીને સ્મશાન સુધી લઈ જવા માટે કોઈ એમ્બ્યુલન્સ કે શબવાહિની ન હતી. અને જ્યારે વાહનની વ્યવસ્થા કરવામાં આવી તો, કોઈ કર્મચારી ન હતા. અને જ્યારે કર્મચારી મળ્યા ત્યારે પોલીસ અને હોસ્પિટલનાં દસ્તાવેજમાં સમય વેડફાઈ ગયો. જેને કારણે રાત પડી ગઈ. અને બાળકીનો મૃતદેહ આખી રાત હોસ્પિટલનાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં પડી રહ્યો હતો.

વડોદરામાં કોરોનાનો કુલ મૃત્યુ આંક પાંચ પર પહોંચ્યો છે, ગઈકાલ રાત સુધીમાં જિલ્લામાં પાંચ નવા કેસ નોંધાયા હતા, અને આ સાથે જ કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 127 પર પહોંચી છે. જેમાંથી 96 માત્ર નાગરવાડા-સૈયદપુરાની પટ્ટીમાં આવેલા ગીચ વિસ્તારના દર્દીઓ છે.

રાજ્યમાં અમદાવાદ બાદ સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ વડોદરામાં નોંધાયા છે. સુરતમાં પણ અત્યારસુધી 86 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા માટે વધુ નવ વિસ્તારોને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરના કુલ 12 વિસ્તારમાં રહેતા 2.91 લાખ લોકોને ફરજિયાતપણે ઘરમાં રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. અહીં જે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ શોધાઈ રહ્યા છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો