કોરોનાએ સુરતમાં 13 વર્ષના બાળકનો લીધો ભોગ: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.

તબિયત બગડતાં ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો

મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

બાળકો માટે પણ હવે કોરોના વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. સાચી હોસ્પિટલમાં અન્ય એક 10 વર્ષના બાળકને પણ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ બાળકનો રેપિડ એન્ટિજન ટેસ્ટ અને પછી આરટી-પીસીઆર ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

પાંચ કલાકમાં જ તબીબોએ કહ્યું, હી ઇઝ નો મોર: બાળકના પિતા

ધ્રુવના શરીરમાં લાંબા સમયથી પ્રોટીન ડેવલપ ન થાય એવી સમસ્યા હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી. રવિવારે સાંજે 7 વાગ્યે તેને સાચી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યો હતો. તેનો ઇલાજ તરત જ ચાલુ કરવામાં આવ્યો હતો અને પછી તબીબે કહ્યું, ધ્રુવની મમ્મીને પણ બોલાવી લો. હું પરત મોટાવરાછા ગયો અને પછી રાત્રે હોસ્પિટલે આવ્યો તો તબીબે કહી દીધું કે હી ઇઝ નો મોર. – ભાવેશ કોરાટ, મૃતક ધ્રુવના પિતા

બાળકને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ સિરિયસ હતો, તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો. ખૂબ જ ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે હોસ્પિટલના સિનિયર ડૉક્ટરોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. – ડો. હિમાંશુ તળવી, સાચી હોસ્પિટલ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો