ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, બુટલેગરો બન્યા બેખૌફ: રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો 4 કરોડનો 1200 પેટી દારૂ ઝડપાયો

કોરોનાકાળમાં પણ બુટલેગરો થમવાનું નામ નથી લેતાં. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ છાસવારે પોલીના હાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બોર્ડરથી 110 કિ.મી. દૂર દારૂ ઝડપાયો છે. ગુજરાતમાં લવાતો 1200 પેટી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજસ્થાનના સિરોહીના ભુજેલની હદમાંથી 1200 પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં મોટી સંખ્યામાં દારૂ લેવા આવેલા મોટાભાગના વાહનો ગુજરાતના હોવાનો ખુલાસો થયો છે. 1200 પેટી દારૂના જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો, પરંતુ બિકાનેર સહિત 5 જિલ્લાના ITની ટીમનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ ઘટના સામે આવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના ભુજેલ જિલ્લાની હદમાંથી કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં લવાતો હતો, ત્યારે બિકાનેર સહિત 5 જિલ્લાના ITની ટીમનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ ઘટના સામે આવી હતી. 1200 પેટી દારૂના જથ્થાની કુલ રકમ 04 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ગુજરાતની બોર્ડરથી માત્ર 110 કિલોમીટર અંતરેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. રાજસ્થાનના સિરોહી જિલ્લાના ભુજેલ જિલ્લાની હદમાં કરોડોનો દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડાતો હતો. ત્યારે દારૂનો જથ્થો લેવા આવેલા તમામ વાહનોમાંથી મોટા ભાગના વાહનો ગુજરાત પાર્સિંગના હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત તો એ છે કે મોટાભાગના વાહનો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની બાતમીના આધારે બિકાનેર સહિત પાંચ જિલ્લાના આયકર વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અંદાજિત કુલ રૂપિયા 04 કરોડનો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બિકાનેર સહિત પાંચ જિલ્લાના આયકર વિભાગના અધિકારીઓની ટીમે આ ઘટનામાં 05 મીની ટ્રક અને 08 ફોર વહીલર ગાડીઓ જપ્ત કરી છે અને 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 1200 ઈંગ્લીશ દારૂની પેટીઓ જપ્ત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો