દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રથી આવ્યા સારા ન્યૂઝ, કોરોનાના 12 દર્દીઓ સારવાર બાદ થયા સ્વસ્થ

દેશમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ સહન કરી રહેલા મહારાષ્ટ્રથી એક સારા સમાચાર છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત 12 દર્દીઓ સારવાદ બાદ સ્વસ્થ થઈ ગયા છે. મંગળવારે ચાર વધુ કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 101 થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં બે લોકો કોરોનાને લીધે જીવ ગુમાવી ચૂક્યા છે. બીજી તરફ બે જુદા કેસોમાં પોલીસને ગુમરાહ કરવા અને અલગ રહેવાના આદેશનું ઉલ્લંઘન કરવા માટે એક વ્યક્તિ અને એક મહિલાને પર કેસ નોંધવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં COVID-19 બીમારીના 12 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. નગર નિગમના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે. બૃહન્મુબઈ મહાનગર પાલિકા (BMC)ના ઉપ નિદેશક દક્ષા શાહે કહ્યું કે, ‘કોરોના વાયરસથી સંક્રમિત 12 દર્દીઓના રિપોર્ટ અત્યારે નેગેટિવ આવ્યા છે. છેલ્લા કેટલાક સપ્તાહથી BMCની અલગ-અલગ હોસ્પિટલોમાં તેમની સારવાર થઈ રહી હતી.’

ટૂંક સમયમાં હોસ્પિટલથી કરાશે ડિસ્ચાર્જ

BMCના એક અન્ય અધિકારીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસમાં 12 દર્દીઓની હાલસ સુધરી. તેમના તાજા સ્વેબના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા જેના પરિણામ નેગેટિવ આવ્યા. અધિકારીએ કહ્યું કે, હોસ્પિટલે આ દર્દીઓ ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લીધો છે. આની વચ્ચે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોઈ કંપની વિશે ખોટી સૂચના આપવા બાબતે એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.’

કાસરવડવલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક કિશોર ખેરનારે જણાવ્યુ કે, શહેમાં બંધ લાગૂ થવા છતાં શ્રેયસ ગવાસ નામનો વ્યક્તિ સોમવારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં વારંવાર ફોન કરી કોઈ કંપનીમાં કામ ચાલુ હોવાની વાત કહેતો રહ્યો. ખેરનારે કહ્યું કે, ગવાસે પોલીસને ગુમરાહ કરી અને પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કર્યો. ગવાસ વિરુદ્ધ IPC અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ લો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

ઉલ્લંઘન કરનાર પર કેસ

બીજા કેસમાં શારજાહથી નાગપુર પરત ફરેલી 35 વર્ષીય એક મહિલા પર ઘરે ક્વૉરન્ટાઈનમાં રહેવા કહેવાયું હતું પણ તે ઉત્તર પ્રદેશ સ્થિત પોતાના પિયર જતી રહી. મહિલા 15 માર્ચના રોજ નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી અને ત્યાં સુધી તેનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણ નહોતા.

સોનપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, તે મહિલાને 14 દિવસ સુધી ઘરમાં રહેવા માટે કહેવાયું હતું. તેમણે કહ્યું કે, સોમવારે જ્યારે ડૉક્ટર્સનું ગ્રુપ તેના ઘરે પહોંચ્યું તો તે મહિલા ત્યાં નહોતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરવી પડી. મહિલાના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, તે ઉત્તર પ્રદેશના જોહનપુર જતી રહી છે. બાદમાં મહિલા વિરુદ્દ IPC અને મહામારી અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો.

(કોરોના વાયરસથી લડવા માટે પોતાના ઘરમાં રહો અને સુરક્ષિત રહો. લૉકડાઉન અને કર્ફ્યૂનું પાલન કરો. ગભરાવાની જરૂર નથી. તમામ જરૂર વસ્તુઓ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ છે.)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો