અમેરિકાની ધરતી પર સૌ પ્રથમ વખત 20 એકર સરોવરમાં 12 જ્યોર્તિલિંગની સ્થાપના કરાશે

સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા અમેેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિર ખાતે 20 એકર સરોવરમાં આવેલા આયર્લેન્ડ (દ્વિપ)માં બાર જ્યોતિર્લિંગ ભગવાનની સ્થાપના કરાશે, જેમાં પ્રથમ પાટોત્સવ પ્રસંગે સોમનાથ મહાદેવ, રામેશ્વર, કાશી વિશ્વનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, ત્રંબકેશ્વર મહાદેવ, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર, અમરનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પધરાવવામાં આવશે.

અમેરિકા જેવા દેશમાં ઇતિહાસમાં પહેલીવાર બાર જ્યોતિર્લિંગની સ્થાપના થશે. આ અંગે ગુરુકુળ મંદિરના સાધુ કનુ ભગતના જણાવ્યા આનુસાર, ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુથી સવાનાહ સનાતન મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનાારાયણ, બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રીઅંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ સહિત 18 પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. સાથેસાથે આ જ પરિસરમાં આવેલ 20 એકરના સરોવરના દ્વિપમાં બાર જ્યોતિર્લીંગની વૈદિક મંત્રોચાર દ્વારા સ્થાપના કરવામાં આવશે.

તમામ ચાર ફૂટના શિવલિંગને જયપુર ખાતે વિશિષ્ટ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે

એક શિવલિંગ 2 લાખના ખર્ચે તૈયાર કરાયું

આ મૂર્તિઓ, બારેય જયોતિર્લીગ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે જયપુરમાં તૈયાર કરવામાં આવી હતી.જેમાં શ્રી સ્વામિનારાયણ સનાતન મંંદિર સવાનાહ ખાતે વીસ એકરમાં પાણીના વિશાળ સરોવરમાં તમામ શિવલીંગની સ્થાપન કરવામાં આવશે.આ દરેક શિવલિંગની ઊંચાઈ 4 ફૂટ છે. તેમ જ દરેક શિવલિંગને બનાવવામાં 4 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. પ્રત્યેક શિવલિંગ તૈયાર કરવામાં માટે આશરે 2 લાખ જેટલો ખર્ચ થયો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો