માનવતાને શર્મસાર કરતી ઘટના: કોરોનાથી 11 વર્ષની દિકરીનું મૃત્યુ થયું, અર્થીને કાંધ આપવાનો લોકોએ ઈન્કાર કરતા દિકરીના મૃતદેહને ખંભા પર સ્મશાન લઈ જવા મજબૂર બન્યા પિતા

જાલંધરમાં માનવતાને શરમાવે તેવી એક મોટી ઘટના સામે આવી છે. એક દિકરીનું કોરોનાને લીધે મૃત્યુ થયુ તો લોકોએ અંતિમ સંસ્કાર માટે કાંધ આપવાનો પણ ઈન્કાર કરી દીધો. મજબૂર પિતા દિકરીના મૃતદેહને ખંભા પર રાખી સ્મશાન લઈ ગયા. જ્યા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 10 મેના રોજ આ ઘટના બની હતી. પણ દિકરીને ખંભા પર લઈ જતા પિતાનો વીડિયો સામે આવ્યા બાદ પિતાએ સમગ્ર ઘટના અંગે ખુલાસો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દિકરીના મૃતદેહને ખંભા પર લઈ જતા પિતા દિલીપના શબ્દો…સમગ્ર ઘટના

રામનગરમાં રહેતા પિતા દિલીપનું કહેવું છે કે તેમને 3 સંતાન છે. તેમની 11 વર્ષની દિકરી સોનુને 2 મહિનાથી તાવ આવી રહ્યો હતો. તેની સારવાર કરાવતા રહ્યા. ક્યારેક તે સાજી થઈ જતી તો ક્યારેક બીમાર થઈ જાતી. નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો તેને સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવી. સિવિલ હોસ્પિટલ ગઈ તો થોડી સારવાર બાદ ડોક્ટરોએ કહ્યું કે દિકરીની સ્થિતિ ગંભીર છે અને તેને અમૃતસર મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવી છે. ત્યાં પહોંચતા 9 મેના રોજ દિકરીનું મૃત્યુ નિપજ્યું.

દિલીપ 9 મેની રાત્રે લગભગ 1.30 વાગે જાલંધર પહોંચ્યાં. ત્યારબાદ દિકરીના અંતિમ સંસ્કાર કરવાના હતા. તેમણે લોકો સાથે વાત કરી તો કહ્યું કે દિકરીનું કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવું બની શકે છે. તેઓ અર્થીને કાંધ નહીં આપે. તેમની દિકરી છે તો તેઓ જ લઈ જાય. તે પ્લાસ્ટીકના બોટલના ઢાકણા બનાવવાનું કામ કરે છે. એટલા પૈસા પણ ન હતા કે એમ્બ્યુલેન્સ બોલાવી શકે. માટે ખંભા પર ઉઠાવી દિકરીના મૃતદેહને સ્મશાન સુધી લઈ ગયા.

અધૂરા વીડિયોની સંપૂર્ણ કહાની…આગળ પિતા હતા અને પાછળ લોકો
દિલીપ કહે છે કે તે દિવસે લોકોએ અર્થીને તો કાંધ આપવાનો ઈન્કાર કરી દીધો. પણ અંતિમ સંસ્કાર માટે લોકો સાથે ગયા હતા. આગળ હું અને મારો દિકરો શંકર ચાલતા હતા. થોડા અંતરે પાછળ લોકો પણ આવી રહ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે લોકો ત્યાં ઉપસ્થિત હતા.

ઓડિશાનો રહેવાસી છે પરિવાર

દિલીપે કહ્યું કે તેઓ મૂળ ઓડિશાના સુંદરગઢના રહેવાસી છે. છેલ્લા કેટલાક વર્ષોથી જાલંધરમાં રહીને કામ કરી રહ્યા છીએ. તેમની અન્ય એક દિકરી નીતૂ છે. પત્ની સુનીતા બોલી શકતી નથી. ગરીબીને લીધે જ તેઓ ઓડિસાથી જાલંધર આવ્યા હતા.

અમૃતસર હોસ્પિટલે પોઝિટિવ દર્શાવ્યા હતા

પિતા દિલીપે કહ્યું કે તેમની દિકરી અમૃતસર હોસ્પિટલે કોરોના પોઝિટિવ હોવાનું કહ્યું હતું. જોકે તેની પૃષ્ટી થઈ શકી નથી. તેમને ખબર નથી કે તેમની દિકરી કોરોનાથી મૃત્યુ પામી છે કે તાવને લીધે. તે કોરોના જેવા લક્ષણો દરાવતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો