કેશોદની એક જ શાળામાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ મહામારી (Corona virus epidemic)ના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયા બાદ રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી (Student)ઓ માટે શાળા (School) ખોલી દીધી છે. જોકે રાજ્યમાં કેટલાક વાલીઓ હજુ પણ કોરોનાનાં ડરે પોતાના બાળકોને શાળામાં નથી મોકલી રહ્યા ત્યારે જુનાગઢથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ (Keshod)માં ટ્રસ્ટ સંચાલિત કે.એ.વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ (Student’s Corona Positive) આવતા શાળાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. હવે સ્કૂલના બાળકો પર પણ મહામારીના કહેરની અસર દેખાય રહી છે.

જણાવી દઇએ કે, ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જોકે શહેરી વિસ્તારોની મોટા ભાગની શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા અચકાઇ રહ્યા છે.

નોંધનિય છે કે, તાજેતરમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે એ અંગે વાંસદામાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, 4 જેટલી વિદ્યાર્થિનીઓએ ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

એકજ સ્કુલમાં અભ્યાસ કરતી 3 હોસ્ટેલની અને 8 શહેરની એમ કુલ 11 વિદ્યાર્થીનીઓનો કોરોનાના લક્ષણો જણાયા હતા અને તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. હાલમાં અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો