રાજસ્થાનમાં ખેતરમાંથી પાકિસ્તાનથી આવેલા એકજ પરિવારના 11 હિંદુ શરણાર્થીઓના મૃતદેહ મળતા ખળભળાટ

રાજસ્થાનના જોધપુરમાં એક દર્દનાક ઘટના બની છે. અહીં દેચૂના અચલાવતા ગામમાં 11 લોકોના મોત થયા છે. ખેતરમાં આ તમામ 11 લોકોના મૃતદેહ મળ્યા હતા.

રાજસ્થાનના જોધપુર જિલ્લાના દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં રવિવારે એક જ પરિવારના 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તે બધા પાકિસ્તાનથી સ્થળાંતર કરી ભાડા પર ખેતર લઈને મજૂરી કરતા હતા. એવી આશંકા છે કે તેઓએ કાં તો આત્મહત્યા કરી છે અથવા ઝેરી ગેસ કે ઝેરી ખોરાક લેતા મોત થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પરિવારનો એકમાત્ર સભ્ય જીવતો રહ્યો. તે રાત્રે ઘરેથી દૂર જઈને સૂઈ ગયો હતો. સવારે તેણે ચીસો પાડતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના અચલાવતા ગામની છે. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ઘરની આસપાસનો આખો વિસ્તાર સીલ કરી દીધો છે.

આખા પરિવારમાંથી ફક્ત 37 વર્ષના કેવલરામ જ બચી ગયા હતા. તેમના માતા-પિતા ઉપરાંત 1 ભાઈ અને 3 બહેનો, 2 પુત્ર અને 1 પુત્રીનું અવસાન થયું છે. પોલીસ કેવલરામની પૂછપરછ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.

આટલા મૃતદેહ મળતા સનસનાટી

આ વિસ્તારમાં એક સાથે 11 મૃતદેહ મળતા સનસનાટી ફેલાય ગઇ છે. ચારેયબાજુ આ ઘટનાની ચર્ચા થઇ રહી છે. સ્થાનિક લોકો તેના પર કંઇપણ બોલવાથી બચી રહ્યા છે. પોલીસ લોકોની પૂછપરચ્છ કરી રહ્યું છે. રાજસ્થાનના સરહદીવિસ્તારોના ગામમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થી મોટાપાયે શરણ લે છે. કેટલાંક ગામ તો લગભગ પાકિસ્તાની શરણાર્થીઓથી જ ભરેલા છે.

સવારે જોયું તો આખો પરિવાર ખત્મ

પાકિસ્તાનથી આવેલા આ હિંદુ શરણાર્થીનો પરિવાર છેલ્લા 3 મહિનાથી અહીં ખેતી કરી રહ્યો હતો. આ પરિવારના એકમાત્ર જીવિત બચેલા કેવળરામે જણાવ્યું કે શનિવાર રાત્રે તમામ લોકો જમીને નીલગાય ભગાડવા ખેતરમાં ગયા હતા. તેમને ખેતરમાં જ ઊંઘ આવી ગઈ. સવારે ઘરે જઇને જોયું તો આખો પરિવાર ખત્મ થઈ ચુક્યો હતો. પોલીસને મૃતદેહો પાસેથી ઝેરની શીશીઓ અને ઇન્જેક્શન મળ્યા છે. અત્યારે પોલીસે પુછપરછ માટે કેવળરામને કસ્ટડીમાં લીધો છે.

2015નાં બંને પરિવાર પાકિસ્તાનથી આવ્યા હતા

શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે કેવળરામ અને તેના ભાઈ રવિના લગ્ન જોધપુરમાં એક જ પરિવારમાં થયા હતા. તેની 4 બહેનો હતી, 2 પાકિસ્તાનમાં નર્સિંગનો કોર્સ કરીને આવી હતી. બાકીની 2નો સંબંધ જોધપુરમાં એ જ પરિવારમાં થયો હતો, જે પરિવારમાં બંને ભાઈનાં લગ્ન થયા હતા. એક બહેન નજીકમાં જ લગ્ન કરીને રહી રહેતી હતી. પારિવારિક ઝઘડો ઘણા દિવસથી ચાલતો હતો. આ કારણે બુધારામનો એક છોકરો પાકિસ્તાન પરત જતો રહ્યો. ડિસેમ્બર 2015નાં બંને પરિવાર પાકિસ્તાનથી આવ્યા હતા. મૃતકનો પરિવાર પણ અને જોધપુરમાં રહેનારો પરિવાર પણ.

તાંત્રિકોના ચક્કરમાં પણ ફસાયો હતો પરિવાર

તેમને ભારતની નાગરિકતા નહોતી મળી. જોકે આધારકાર્ડ બની ગયું હતુ. કેવળરામનું કહેવું છે કે હત્યા તેના સાસરીવાળાઓએ જ કરાવી છે. અત્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું છે તમામ 11 લોકોના પોસ્ટમોર્ટમ મેડિકલ બૉર્ડથી જોધપુરમાં કરાવવામાં આવશે. મોત ભલે પારિવારિક ઝઘડાના કારણે થયું હોય, પરંતુ પરિવારોની વચ્ચે ઝઘડાનો કારણે ગરીબી છે. છેલ્લા ઘણા દિવસથી પરિવાર જાદૂ, ટોટકા અને તાંત્રિકોના ચક્કરમાં પણ ફસાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો