અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી ગેરકાયદે વસવાટ કરતા 11 બાંગ્લાદેશી ઝડપાયા, હવે લેવાશે મોટું એક્શન

અમદાવાદ શહેરમાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની બે ટીમ દ્વારા શહેરના ચંડોળા તળાવની આસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 11 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. SOGના આસિસ્ટન્ટ કમિશનર બી.સી.સોલંકીએ જણાવ્યું કે, અટક કરાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કામ કરતા હતા. માત્ર એટલું જ નહીં, તેઓ ભારતીય નાગરિકત્વ અંગે પુરાવા રજૂ કરી શક્યા નથી. પોલીસ હવે આ તમામને બાંગ્લાદેશ ભેગા કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ ઉપરાંત પોલીસ આ તમામ બાંગ્લાદેશીઓ કોઈપણ પ્રકારની ગુનાહીત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહીં, તે અંગે તપાસ કરશે.

ગત મે મહિનામાં ઝડપાયેલા ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ફાઈલ તસવીર

ગત મે મહિનામાં 47 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા

ગુજરાતમાં ગેરકાયદે રહેતા વિદેશી વસાહતીઓની વાત કરીએ તો સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ અમદાવાદમાં રહે છે, ત્યારબાદ બાંગ્લાદેશી મુસ્લિમોનો ક્રમ આવે છે. હજી ગત મે મહિનામાં જ એસઓજીએ 47 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશી વસાહતીઓને પકડ્યા હતા. આમાંથી મોટાભાગનાને ડિપોર્ટ કરી દેવાયા છે, જ્યારે હાલ 18 રહ્યા છે, જે અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં છે. જો કે, હવે કેન્દ્ર સરકારે સિટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એક્ટ બનાવી દેતા આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાંથી દર વર્ષે આશરે 50 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવે છે અને તેમને ડિપોટ કરીને બાંગ્લાદેશ મોકલવામાં આવે છે. આમ છેલ્લા 5 વર્ષમાં જોઇએ તો અમદાવાદમાંથી આશરે 250 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોટ કરીને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો