35 વર્ષની મહિલા સાથે 11 લોકોએ કર્યો ગેગંરેપ, ઘટના બાદ મહિલા 2 દિવસ સુધી બેભાન અવસ્થામાં રહી, 11 માથી 8 આરોપીઓ કોરોના પોઝિટિવ

ઝારખંડના પાકુડથી એક સણસણતા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક 35 વર્ષની મહિલાની સાથે 11 લોકોએ ગેગંરેપ કર્યો. ઘટના બાદ મહિલા 2 દિવસ સુધી બેભાન અવસ્થામાં રહી. મહિલાએ પરિવાર સાથે મુફસ્સિલ પોલીસ સ્ટેશન જઇને તેની સાથે થયેલી હિચકારી ઘટનાની ફરિયાદ નોંધાવી. એસપી મણિલાલ મંડલે આ સંબંધમાં જણાવ્યું કે ટીમ બનાવીને તમામ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ પોલીસે તમામ 11 આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો જેમાં 8 આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યા છે. પીડિતા પણ કોરોના સંક્રમિત નીકળી છે.

આ ઘટના ઝારખંડના પાકુડની છે. એસપી મણિલાલ મંડલે આ મામેલ મોટો ખુલાસો કરતા કહ્યું કે, આરોપીઓમાં પીડિતાના સંબંધી પણ સામેલ છે. મહિલાના સાંજે શૌચક્રિયા કરવા જઇ રહી હતી. એ સમયે રસ્તામાં કેટલાક યુવક દારૂ પી રહ્યા હતા. મહિલાને એકલી જોઇને આરોપીઓએ હથિયારના જોરે અપહરણ કર્યું. કેટલેક દૂર જંગલમાં લઇ જઇને આરોપીઓએ વારાફરથી મહિલા સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ આરોપીઓએ પોતાના કેટલાક સંબંધીઓને બોલાવ્યા અને આખી રાત મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું.

પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 10 કલાકની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી. શરૂઆતમાં પોલીસને એક સાથે 10 આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. એક કિશોર આરોપી ફરાર થઈ ગયો હતો, જેની પણ ધરપકડ કરવામાં આવી. તમામ 11 આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. આરોપીઓમાંથી 8 આરોપી કોરોના પોઝિટિવ નીકળ્યા. પીડિતા પણ કોરોના પોઝિટિવ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો