જસદણના ભંડારિયામાં નવજાતના શ્વાસ બંધ થયા બાદ 108ની ટીમે બાળકીને હોસ્પિટલ પહોંચતા સુધીમાં સતત સીપીઆર આપીને આપ્યું નવું જીવન

જસદણથી હું અને અને અમારો સ્ટાફ 108 લઇને ભાડલા તરફ જતા હતા ત્યારે અમને કોલ મળ્યો હતો કે ભંડારિયાની સીમમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી છે, અને તેને તાકીદે હોસ્પિટલે લઇ જવાના છે. અમે થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ સાથે ભંડારિયાની સીમમાં પહોંચ્યા હતા, ત્યાં સુધીમાં મહિલાએ બાળકીને જન્મ આપી દીધો હતો, મેં માતા પુત્રીને ચેક કરતાં જ બાળકીના શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા બંધ હતા, બાળક નિસ્તેજ હતું. જન્મ સાથે જ વહાલસોયીએ વિદાય લઇ લીધાનું લાગતાં માતા–પિતા અને પરિવારજનો હતાશામાં ગરકાવ થઇ ગયા હતા. અમે પળવારનો પણ વિલંબ કર્યા વગર માતા પુત્રીને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા હતા, પ્રસૂતાને તાત્કાલિક સારવાર આપી હતી, પરંતુ હોસ્પિટલે પહોંચતા પૂર્વે નવજાત બાળકીને શ્વાસ લેતી કરવી તે પ્રાથમિકતા હતી.

શ્વાસોચ્છવાસ શરૂ થતા માતાપિતાને હરખના આંસુ આવ્યાં

600 ગ્રામ વજનની નાજુક બાળકીને સીપીઆર (કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશન) આપવું અત્યંત કઠિન હતું, બે આંગળીથી સીપીઆર આપવાનું ચાલુ કર્યું અને સાથો સાથ અંબુ બેગની મદદથી મોઢામાં ઓક્સિજન આપવાનું પણ શરૂ કર્યું હતું, અમારી એમ્બ્યુલન્સ રાજકોટ તરફ પુરપાટ ઝડપે આવી રહી હતી, લગભગ 30 કિમીનું અંતર કપાયું હતું અને રાજકોટની ભાગોળે પહોંચ્યા હતા ત્યારે બાળકીના પલ્સ અને શ્વાસોશ્વાસ શરૂ થઇ ગયા હતા. બાળકીએ જન્મ સાથે જ હંમેશા માટે વિદાય લઇ લીધાનું તેના માતા પિતાએ એક તબક્કે માની લીધું હતું, પરંતુ બાળકીએ શ્વાસોશ્વાસ શરૂ કરતાં જ માતા પિતાની આંખો હરખથી છલકાઇ ગઇ હતી, રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલે અમારી એમ્બ્યુલન્સ પહોંચી હતી અને અમે નવજાત બાળકીને તબીબોને હવાલે કરી હતી, બાળકીની તબિયત સુધારા પર હોવાનું તબીબોએ કહેતા અમારો તમામ થાક ઉતરી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો