સુરતમાં 108ની ટીમે મહિલાની રોડ પર નોર્મલ પ્રસુતિ કરાવી, ગળામાં લપેટાયેલી નાળને સુરક્ષિત હટાવી જોડિયા બાળકોને જન્મ આપ્યો

પાંડેસરામાં 108ના કર્મચારીએ પ્રસુતાની પીડાથી રસ્તે કણસતી મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી જોડ્યા ભાઈ-બહેનને જન્મ કરાવવામાં સફળ રહ્યો હતો. નવાઈની વાત એ હતી કે સીઝરીયન કરવાની વાત કરતી સરકારી હોસ્પિટલના ગાયનેક તબીબો સલાહ વચ્ચે 108ના કર્મચારીએ રોડ ઉપર નોર્મલ પ્રસુતિ સાથે બાળકીના ગળામાં લપેટાયેલી નાળને સુરક્ષિત હટાવી બાળકીને જન્મ કરાવ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ બન્ને જોડ્યા બાળકો અને માતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

સ્થળ પર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી

હિરેન બારોટ (EMT 108, પાંડેસરા) એ જણાવ્યું હતું કે કોલ લગભગ આજે મળસ્કે 2:11 મિનિટનો હતો. પાંડેસરા જય અબે નગરમાં એક મહિલા પ્રસુતિની પીડાથી હેરાન થઈ રહી હોવાના કોલ બાદ તેમની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. જોકે, પરિવાર મહિલાને લઈ રોડ ઉપર આવી ગયા બાદ પ્રસુતા રોડ ઉપર તડફડતી જોઈ તાત્કાલિક સ્થળ પર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. પહેલા પુત્ર અવતર્યા બાદ પુત્રી અવતરી હતી. જોકે દીકરીના ગળામાં માતા ની નાળ ફસાઈ જવાને કારણે પ્રસુતિમાં ઘણી તકલીફ પડી હતી. માસૂમ બાળકીના ગળામાંથી સુરક્ષિત નાળ હટાવી બાળકીનો જન્મ કરાવવામાં સફળ થયા હતા. ત્યારબાદ ત્રણેયને એટલે કે જોડિયા ભાઈ-બહેન અને માતાને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે, સરકારી હોસ્પિટલના તબીબોએ સીઝરીયન કરવાની સલાહ આપી હતી અને તેમની ટીમે નોર્મલ પ્રસુતિ કરવી હતી જેને લઈ ખૂબ આનંદ થયો હતો.

માતા-પુત્ર તંદુરસ્ત

સંતોષ (પ્રસુતાના જેઠ) એ જણાવ્યું હતું કે, તેઓ ઉત્તર પ્રદેશ ના વતની છે અને ભાઈ મનીષ મિશ્રા ઓટો રીક્ષા ચાલક છે. વહુ નીતુએ અગાઉની પ્રસુતિમાં એક દીકરા જન્મ આપ્યો હતો. ત્યારબાદ આજે મળસ્કે થયેલી બીજી પ્રસુતિમાં જોડ્યા ભાઈ-બહેનને જન્મ આપ્યો છે. દીકરો 2 કિલો અને દીકરી 1 કિલો અને 600 ગ્રામની હોવાનું જાણવા મળ્યું છે. હાલ દીકરીની તબિયત નાજુક હોવાથી સિવિલના એનઆઈસીયુમાં દાખલ છે. જ્યારે માતા-પુત્ર તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો