રાજકોટ 108માં EMT તરીકે ફરજ બજાવતા કિશનભાઈ પિતાનું અવસાન થતા અડધા દિવસમાં જ અંતિમવિધિ પૂર્ણ કરી ફરજ પર હાજર થયા

રાજકોટના મવડી ચોક વિસ્તારમાં રહેતા કિશનભાઈ છાંયા 108માં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન (EMT) તરીકે તેમની સેવાઓ આપે છે. લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં 108ની શુ અગત્યતા છે એ સૌ કોઈ જાણે છે. અન્ય ખાનગી વાહનો બંધ હોવાથી 108એ સામાન્ય દિવસો કરતા લોકડાઉનના આ સમયમાં સતત દોડતા રહેવું પડે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

બે દિવસ પહેલા કિશનભાઈ 108માં એક દર્દીને લઈને હોસ્પિટલ જતા હતા ત્યારે કિશનભાઈના ઘરેથી ફોન આવ્યો કે પપ્પાની તબિયત નાજૂક છે તું જલ્દી ઘરે આવી જા. કિશનભાઈ દર્દીને હોસ્પિટલ પહોંચાડીને પોતાના ઉચ્ચ અધિકારીની રજા લઈ ઘરે પહોંચ્યા પણ બહુ મોડું થઈ ગયું હતું. એમના પિતા મહેન્દ્રભાઈ છાંયા દીકરો આવે એ પહેલાં જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા.

નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવવાનું દુઃખ તો યુવાન પુત્રને જ સમજાય આમ છતાં કિશનભાઈ પિતાના અગ્નિસંસ્કારનો વિધિ પૂરી કરીને બીજા જ દિવસે પોતાની ફરજ પર હાજર થઈ ગયા. કિશનભાઈના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે તમારા પિતાનું અવસાન થયું છે તો તમારી 10 દિવસની રજા મંજૂર કરીએ છીએ તમે 10 દિવસ પરિવાર સાથે ઘરે રહો.

કિશનભાઈએ કહ્યું, “પિતાની વિદાયનું દુઃખ તો છે જ પણ હું ઘરે રહું તો એનાથી મારા પિતા પાછા આવી જવાના નથી. જે થઈ ગયું તે થઈ ગયું. અત્યારે કોરોના સામેની લડાઈમાં ઈમરજન્સી મેડિકલ ટેક્નિશયન તરીકે દેશની સેવા કરવાની મને ઉત્તમ તક મળી છે એ તક હું છોડવા માંગતો નથી. અત્યારે 108ની સેવાની લોકોને ખૂબ જરૂર છે એવા કપરા સમયે હું મારી ફરજ મૂકીને ઘરે કેવી રીતે બેસી શકું ?મારા પરિવાર કરતા મારા દેશને મારી સેવાની વધુ જરૂર છે એટલે હું ફરજ પર હાજર થઈ ગયો છું.”

સાંજે પિતાના અગ્નિસંસ્કાર કરીને બીજા દિવસે સવારે જ પોતાની ફરજ પર હાજર થઈ જનારા આ કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરવાની એક જ રીત છે, ઘરમાં જ રહીને લોકડાઉનનું ચુસ્ત પાલન કરીએ.

મન મેં હૈ વિશ્વાસ,
પુરા હૈ વિશ્વાસ,
હમ હોંગે કામિયાબ એક દિન.

– શૈલેષભાઈ સગપરિયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો