ગરીબ ભાઈ બહેનને સારવાર અપાવવા કરગરતો રહ્યો પણ 30 કલાક સુધી 108 ન આવી, બહેને દમ તોડયો, ભાઈએ લાગવગથી દાખલ થનારાનો વીડિયો ઉતાર્યો

‘છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે’ પંક્તિ યાદ કરાવતી એક ઘટના એલજી હોસ્પિટલના પૂર્વ લેબ કર્મચારીની બહેન સાથે બની હતી. મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય દાખલ કરવાની એલજી હોસ્પિટલે ના પાડી હતી. બીજી તરફ ૩૦ કલાક સુધી ૧૦૮ ન આવતા સારવારના અભાવે મહિલાએ ઘરે જ દમ તોડી દીધો હતો. LG, SVP, GCS હોસ્પિટલના સંચાલકોને ગરીબ ભાઈ બહેનને સારવાર અપાવવા કરગરતો રહ્યો પણ કોઈએ મદદ કરી ન હતી. આખરે બહેનની અંતિમક્રિયા બાદ ભાઈએ વૈભવી કારમાં આવી એલજી હોસ્પિટલમાં દાખલ થતાં વગદાર દર્દીઓના વીડિયો ઉતારી પોલખોલી હતી.

ગીતામંદિર વિસ્તારમાં રહેતા મનીષભાઈ એલજી હોસ્પિટલમાં લેબ એટેન્ડન્સ તરીકે ફ્રજ બજાવતા હતા. હાલમાં તેઓની નોકરી બાબતે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. મનીષભાઈના મામાની દીકરી હેતલ અશોક લોધા (ઉં,૩૧) તેના પિયર ગીતામંદિર ખાતે રહેવા આવી હતી. બે બાળકોની માતા હેતલનું કોવિડની ઘરે સારવાર દરમિયાન ગત તા ૨૪મીના રોજ સવારે ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું.

બહેન હેતલને દાખલ કરવા ભાઈ મનીષએ એલજી હોસ્પિટલમાં ફેન કર્યો તો જવાબ મળ્યો ૧૦૮ એમ્બ્યુલન્સમાં આવશો તો જ એડમિશન મળશે. આથી મનીષભાઈએ ગત તા.૨૪મીએ સવારે ૧૧ વાગ્યે ૧૦૮માં ફેન કરતા તેઓએ રજીસ્ટ્રેશન થઈ ગયું અને ૨૪ કલાકે એમ્બ્યુલન્સ આવશે તેમ જણાવ્યું હતું.

બીજી તરફ હેતલનું ઓક્સિજન લેવલ ૪૦ થી ૫૦ થઈ જતા ઓક્સિજન બોટલ અને રૂ. ૯૦૦નું ફ્લોમીટર કાળા બજારમાં રૂ.૬ હજારમાં ખરીદી મનીષે બહેનને બચાવવા કોશિષ કરી હતી. આ દરમિયાન મનીષભાઈએ એલજી, એસવીપી અને જીસીએસ હોસ્પિટલના સંચાલકોને ફોન કરી કોવિડ સામે ઝઝૂમતી બહેનને દાખલ કરવા આજીજી કરી પણ કોઈએ મદદ કરી ન હતી.

બીજા દિવસે બપોરે ૩ કલાકે એટલે કે ૨૮ કલાક બાદ ૧૦૮એ ફોન કરી બીજા ૨૪ કલાક એમ્બ્યુલન્સ આવતા લાગશે તેવો જવાબ આપ્યો હતો. આખરે હેતલ લોધાએ બીજા દિવસે સાંજે સારવાર ના મળતા ઘરે જ દમ તોડી દીધો હતો. બહેનની અંતિમક્રિયા બાદ મનીષભાઈએ વગદાર કોવિડ દર્દીઓ ૧૦૮ એમ્બ્યુલન્સ વગર વૈભવી કારમાં આવી હોસ્પિટલમાં દાખલ થતાં હતાં તેના વીડિયો બનાવી તંત્રની પોલ ખોલી હતી.

મૃતક હેતલ લોધાના ભાઈ મનીષભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ૧૦૮ એમ્બ્યુલન્સમાં દર્દી આવે તો દાખલ કરવાનો કાયદો માત્ર ગરીબ પર લાગુ કરી શાસકોએ તેઓને મરવા માટે છોડી દીધા અને લાગવગીયાઓને એડમિશન આપી અમારી જોડે અન્યાય કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો