108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સર્વિસને 12 વર્ષ પૂર્ણ, 1 કરોડની જિંદગી બચાવી, 35 લાખ મહિલાઓની પ્રસુતિ કરાવી, 13 લાખને માર્ગ અકસ્માતમાં બચાવ્યા

ગુજરાતમાં અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108ને હવે 12 વર્ષ પૂર્ણ થયા છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા 12 વર્ષમાં 35 લાખથી વધુ પ્રસુતિ કરવામાં આવી છે. જ્યારે 13 લાખ માર્ગ અકસ્માત સંબંધિત સેવાઓ પુરી પાડે છે. ઉપરાંત 1 કરોડ મેડિકલ ઈમરજન્સી સેવાઓને પ્રતિસાદ આપ્યો છે. 53 જેટલી એમ્બયુલન્સ સેવાથી શરૂ કરવામાં આવેલી 108 ઈમરજન્સી સુવિધાનું 29 ઓગસ્ટ 2007થી શુભારંભ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજુ રાજ્ય હતું. માત્ર 53 એમ્બ્યુલન્સ સાથે 108 શરૂ કરવામાં આવી હતી. જે આજે 589 એમ્બ્યુલન્સ (બે બોટ એમ્બ્યુલન્સ) સાથે કાર્યરત છે. જૂની એમ્બ્યુલન્સને બદલી સંખ્યા 650 કરવામાં આવશે.

દરરોજ 3300 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડે છે

ગુજરાતમાં 108 દ્વારા દરરોજ 3300 જેટલા દર્દીઓને અકસ્માત અને બીમારીની તાત્કાલિક હોસ્પિટલ સુધી ખસેડવામાં આવે છે. 108 પર આવેલા 95 ટકા જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાં પ્રતિસાદ કરવામાં આવે છે. દર 25 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસને પ્રતિસાદ આપવા રવાના થાય છે. 11 વર્ષ અને 11 મહિનામાં 1 કરોડ કરતા વધુ ઈમરજન્સી સેવાઓ આપી છે. તેમજ 1.4 લાખથી વધુ પોલીસ અને 5.4 હજારથી વધુ ફાયર માટે સેવાઓ આપી છે.

108 દર કલાકે 13 વ્યક્તિઓની જિંદંગી બચાવે છે

ગુજરાતમાં કુલ 1 કરોડ કરતા વધુ ઈમરજન્સી સેવાઓમાં 108 દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો છે. 35.60 લાખ પ્રસુતિ કેસ, 13.41 લાખ અકસ્માત કેસ, હૃદયરોગના 4.86 લાખ કેસ, શ્વાસના 5 લાખ કેસમાં તાત્કાલિક સારવાર પુરી પાડવામાં આવી છે. રોજના સરેરાશ 9700 કરતા વધુ કોલને અટેન્ડ કરે છે. 8.5 લાખથી વધુ વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિની જિંદકી બચાવી છે. 108 દ્વારા પ્રતિકલાકે 13 વ્યક્તિઓની જિંદકી બચાવવામાં આવે છે. ગુજરાત 108 સેવાના 24 કલાક કાર્યરત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની કુલ 33 હજાર કરતા પણ વધારે દેશ-વિદેશના લોકોએ રૂબરૂ મુલાકાત લઈને 108ની સેવાઓથી પ્રભાવિત થયા છે.

108માં અત્યાધુનિક ટેક્નોલોજીના મોડ્યુલ કાર્યરત

108 એમ્બ્યુલન્સમાં ટેક્નોલોજીના 5 મોડ્યુલ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં એપ્લિકેશન સિટીઝન મોડ્યુલ, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઈવર)મોડ્યુલ, ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન મોડ્યુલ અને હોસ્પિટલ મોડ્યુલનો સમાવેશ થાય છે. 108 મોબાઈલ એપ્લિકેશનના સિટિઝન મોડ્યુલને અત્યાર સુધી 1.4 લાખ કરતા વધ લોકોએ ડાઉનલોડ કરી છે.

બોટ એમ્બ્યુલન્સ દ્વારા 114 લોકોને સુવિધા આપવામાં આવી

દરિયામાં બિમારી અને અકસ્માત સંબંધિત કેસમાં ઈમરજન્સી સેવાઓ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 108 બોટ એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે. બે બોટ એમ્બ્યુલન્સ સેવા પોરબંદર અને બેટદ્વારકા ખાતે કાર્યરત છે. બોટ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 114 લોકોને ઈમરજન્સી સુવિધા પહોંચાડવામાં આવી છે. આ બોટ એમ્બ્યુલન્સમાં 1 કેપ્ટન, 3 સહકર્મીઓ, 1 ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન સહિત 5 લોકોની ટીમ 24 કલાક કાર્યરત રહેશે. ઉપરાંત નવજાત શિશુને સારી આરોગ્ય સેવા મળે અને બાળ મૃત્યુદર ઘટે તેવા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા 28 નવી નિયોનેટલ એમ્બ્યુલન્સ પણ મંજૂર કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં કાર્યરત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો