ખાનગી સ્કૂલોની તોતિંગ ફીની સામે સરકારી શાળા સ્માર્ટ બનતા ટ્રેન્ડ બદલાયો, રાજકોટ જિલ્લામાં 10,121 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો
સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યો છે. લોકડાઉન બાદ ખાનગી સ્કૂલોની દાદાગીરી સામે આવતા લોકો ખાનગી સ્કૂલોમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યાં છે. ખાનગી સ્કૂલોમાં વધતી ફી અને મોંઘવારીનો લાભ હવે સરકારી સ્કૂલને મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 10,121 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી સ્કૂલોની તોતિંગ ફીની સામે સરકારી સ્કૂલો સ્માર્ટ બનતા ટ્રેન્ડ બદલાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
298 સ્કૂલમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો
ખાનગી સ્કૂલોની વધતી ફી અને બીજી તરફ મોંઘવારીને કારણે વાલીઓ સરકારી સ્કૂલ તરફ આકર્ષાય રહ્યાં છે. ખાનગી સ્કૂલો દ્વારા કોરોના કાળમાં થઇ રહેલી દાદાગીરીના કારણે વાલીઓ ખૂબ જ ત્રાસી ચૂક્યા છે. સરકાર દ્વારા પણ ખાનગી સ્કૂલો દ્વારા પગલાં ઉઠાવાય રહ્યા નથી. જેના કારણે વાલીઓને શાળાઓ દ્વારા ખૂબ જ હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનાં કારણે વાલીઓ સરકારી સ્કૂલ તરફ વળ્યાં છે. જિલ્લામાં 10,121 વિદ્યાર્થીઓએ 44 સરકારી સ્કૂલ અને 254 ગ્રાન્ટેડ મળી કુલ 298 સ્કૂમાંલ પ્રવેશ મેળવ્યો છે.
ક્યાં ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
ધોરણ 9માં- 6867
ધોરણ 10માં- 1111
ધોરણ 11માં- 1669
ધોરણ 12માં- 474
ધોરણ 9, 10, 11 અને 12માં કુલ 10,121 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
કોરોનાની મહામારીના સમયમાં ખાનગી સ્કૂલો દ્વારા ઉઘરાવવામાં આવતી તોતિંગ ફી વાલીઓને પોસાય તેમ નથી. જેથી રોષે ભરાયેલા વાલીઓ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ તરફ આગળ વળ્યાં છે. આમ ધોરણ 9, 10, 11 અને 12માં કુલ 10,121 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જો સ્કૂલ સંચાલકોની મનમાની આમ જ ચાલશે તો હજુ પણ ઘણાં વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવી શકે છે. સમગ્ર મામલે રાજકોટ શિક્ષણ નિરીક્ષક વિપુલ મહેતાએ જણાવ્યું હતું કે, વિનામૂલ્યે શિક્ષણ, પાઠ્યપુસ્તક, ગણવેશ, સહાય, શિષ્યવૃતિનો લાભ, ફ્રી આરોગ્ય તપાસણી, સરસ્વતી સાધન સહાય અંતર્ગત ધોરણ 9ની દીકરીઓને સાયકલ સહાય અને કોમ્પ્યુટર શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ તરફ વળતા જોવા મળી રહ્યાં છે.
ધોરાજી તાલુકામાં ક્યાં ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
ધોરણ 9માં- 512
ધોરણ 10માં- 325
ધોરણ 11માં- 104
ધોરણ 12માં- 85
કુલ- 1026
ઉપલેટા તાલુકામાં ક્યાં ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
ધોરણ 9માં- 300
ધોરણ 10માં- 42
ધોરણ 11માં- 30
ધોરણ 12માં- 12
કુલ- 384
જેતપુર તાલુકામાં ક્યાં ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
ધોરણ 9માં- 1129
ધોરણ 10માં- 23
ધોરણ 11માં- 122
ધોરણ 12માં- 4
કુલ- 1278
ગોંડલ તાલુકામાં ક્યાં ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
ધોરણ 9માં- 899
ધોરણ 10માં- 23
ધોરણ 11માં- 144
ધોરણ 12માં- 9
કુલ-1075
વીંછિયા તાલુકામાં ક્યાં ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
ધોરણ 9માં- 466
ધોરણ 10માં- 80
ધોરણ 11માં- 121
ધોરણ 12માં- 34
કુલ- 701
વિશ્વામિત્રી શાળા વિકાસ સંકુલ
ધોરણ 9માં- 848
ધોરણ 10માં- 512
ધોરણ 11માં- 477
ધોરણ 12માં- 299
કુલ- 2136
સાંદિપની શાળા વિકાસ સંકુલ
ધોરણ 9માં- 1278
ધોરણ 10માં- 35
ધોરણ 11માં- 310
ધોરણ 12માં- 10
કુલ- 1633
જદમગ્નિની શાળા વિકાસ સંકુલ
ધોરણ 9માં- 544
ધોરણ 10માં- 27
ધોરણ 11માં- 105
ધોરણ 12માં- 6
કુલ-682
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

