સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન: 101 યુગલોએ પાડ્યા પ્રભુતમાં પગલાં

સુરત : તારીખ 21-1-2018 ને રવિવારના રોજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 101 યુગલોએ પ્રભુતમાં પગલાં પડ્યા હતા. આયોજન નો મુખ્ય હેતુ અને સંદેશ એ હતો કે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરીને વધુમાં વધુ પરિવાર સમૂહ લગ્ન માં જોડાય અને ખોટા કુરિવાજો બંધ કરીને સમાજ માટે ઉપયોગી બને એ હતો..

આયોજનમાં મુખ્ય અધ્યક્ષ શ્રી વસંતભાઈ ગજેરા અને કોર્પોરેટર શ્રી નિલેશભાઈ કુંભાણી આદરણીય મેયર શ્રી અસ્મિતાબેન સિરોયા અને સામાજિક કાર્યકર બિપીનભાઈ રામાણી અને ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયા અને સમાજ અગ્રણી એવા ધનજીભાઈ બાબરીયા એ ખાસ હાજરી આપી હતી..

આ સમુહલગ્નનો સીધોસાદો ઉદ્દેશ એ હતો કે આર્થિક રીતે નબળા માં-બાપ નું દીકરીના લગ્ન કરવાનું સ્વપ્ન સરળતાથી સાકાર થાય અને વ્યતિગત રીતે થતા ખોટા ખર્ચને સામુહિક ધોરણે ઘટાડી શકાય. વિશેષ માં સમાજ સુરક્ષા, સમાજ ઉત્થાન, સ્વચ્છતા અભિયાન સાથે બેટી બચાઓ અને બેટી પઢાઓ અને વ્યસન મુક્તિ વગેરે અભિયાન માટે સમાજ માં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ હતો. અહેવાલ -ભુવા મહેશ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો