1000 શિક્ષણવિદોએ CAAને સમર્થન આપતા કહ્યું- કાયદાથી ધાર્મિક આધાર પર પલાયન માટે મજબૂર કરાયેલા લોકોને શરણ મળશે

સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે દેશના 1000થી વધારે શિક્ષણવિદોએ તેનું સમર્થન કર્યું છે. શનિવારે અલગ-અલગ વિશ્વવિદ્યાલયોથી જોડાયેલા શિક્ષણવિદોએ એક નિવેદન જાહેર કરીને સંસદને આ કાયદો પસાર કરવા બદલ અભિનંદન આપ્યા હતા. શનિવારે તેમણે નિવેદનમાં કહ્યું- સંસદને ઉપેક્ષિત અલ્પસંખ્યકો સાથે ઉભા રહેવા અને ભારતની સભ્ય પ્રકૃતિને બરકરાર રાખવા માટે અભિનંદન. તેમણે કહ્યું- આ કાયદો ધાર્મિક આધાર પર પ્રતાડિત થવાથી પલાયન કરવા માટે મજબૂર લોકોને સુરક્ષિત શરણ આપે છે.

નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન

નાગરિકતા કાયદા વિરુદ્ધ છેલ્લા એક અઠવાડિયાથી લગાતાર વિરોધ પ્રદર્શન યથાવત છે. શનિવારે બિહારમાં રાજદએ બંધની જાહેરાત કરી હતી. આ દરમિયાન દેખાવકારોએ ગાંધી સેતુ જામ કરી દીધો, પટના-હાજીપુરમાં આગચંપી કરી. વૈશાલીમાં રાજદ કાર્યકર્તાઓએ પશુઓ સાથે NH77ને જામ કરી દીધો. પશુઓ પર ટાંગેલા પોસ્ટર્સમાં લખ્યું હતું- હું વિદેશી નથી અને NRC બિલ અને CAAનો વિરોધ કરું છું.

કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન શુક્રવારે ઉત્તરપ્રદેશમાં થયેલી હિંસાને પગલે મૃતકોની સંખ્યા વધીને 14 થઇ ગઇ. તૃણમૂલ નેતાઓનું 4 સભ્યોનું જૂથ મૃતકોના પરિવારને મળવા રવિવારે લખનૌ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો