૧૦૦ વર્ષ નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવા માટેની જડીબુટ્ટી !!

આજના આધુનિક યુગમાં બ્લડપ્રેશર, કેન્સર, હાર્ડઅટેક, ડાયાબીટીસ, ડિપ્રેશન, એસીડીટી, સ્થૂળતા જેવા ઘણાં રોગોથી મનુષ્ય પીડાય રહયો છે ત્યારે દરેક વ્યક્તિ સરળતાથી તેનાથી બચી શકે અથવા પીડાય રેહેલ વ્યક્તિ તેનાથી સરળતાથી રાહત મળે તે માટે વિશ્વના મહાન આયુર્વેદાચાર્યા જેમ કે વાગવત, પતંજલી, રાજીવ દિક્ષિત, બાબા રામદેવ તેમજ અન્ય નિષ્ણાત વ્યક્તિઓના જ્ઞાનનો નીચોડ અહી પ્રસ્તુત કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

•   પ્રાણાયમ: ભસ્ત્રિકા ૫-૧૦ મિનીટ, કપાલભતી ૫-૧૦ વખત, બાહ્ય ૫-૧૦ વખત, ભ્રામ્હી ૧૧ વખત, શીતલી ૩ વખત, ઉજયાન ૫-૧૦ વખત, અનુલોમ-વિલોમ ૧૫-૩૦ મિનીટ, ડીપબ્રેથીંગ ૫ સેકન્ડ અન્દર અને ૫ સેકન્ડ બહાર. પ્રાણાયમમાં શ્વાસ ધીરે ધીરે લેવા-છોડવા, બળજબરીથી કોઈ પણ પ્રાણાયમ કરવા નહિ. પ્રાણાયમ કે ધ્યાનમાં શરીરના જે અંગમાં પ્રોબ્લેમ હોય તે જગ્યાએ પોજીટીવ થિંકિંગ સાથે ધ્યાન કેન્દ્રિત કરવું. પ્રાણાયમ કે યોગ કરિયા પછી ૧૫-૨૫ મિનીટે ભોજન લેવું જોઈએ. ભોજન લીધા પછીના એક કલાક પછી અનુલોમ-વિલોમ કરી શકાય. ધ્યાન ગમે ત્યારે કરી શકાય. યોગ કે પ્રાણાયમ કરવાનો ઉત્તમ સમય વહેલી સવારે ભૂખ્યા પેટે કરવો યોગ્ય છે.

•   ઉનાળામાં માટીના વાસણનું પાણી પીવા માટે ઉત્તમ છે, ચોમાંસામાં તાબાના વાસણનું પાણી પીવા માટે ઉત્તમ છે, શિયાળામાં સોનાના વાસણનું (માટીના વાસણમાં સોનાની વસ્તુ નાખીને) પાણી પીવા માટે ઉત્તમ છે. સોના અને તાંબુનું કે અન્ય ધાતુનું મિક્ષ પાણી પીવુ નહિ.

•   રસોઈ માટે ઉત્તમમાં ઉત્તમ વાસણ માટીના છે, પછી લોખડ કે સ્ટીલના વાસણ છે, એલ્યુમિનિયમના વાસણનો રસોઈમાં ઉપયોગ કરવો જોઈ નહિ. રસોઈમાં પ્રેશરકુકર કે માયાક્રોઓવન નો ઉપયોગ કરવો જોઈએ નહિ. ધઉંનો લોટ વધુમાં વધુ ૧૫ દિવસ અને બીજા અનાજનો લોટ વધુમાં વધુ ૭ દિવસ જુનો ખાવો જોઈએ નહિ.

•   સુતી સમયે દાંત અને મોઢું પાણીથી બરાબર સાફ કરીને સુવું અને સવારે ઉઠીને મોઢું સાફ કરિયા વિના નવણા કોઠે ૨૦૦ મિલિ (એક ગ્લાસ) પાણી ઘુતડે-ઘુતડે પીવુ. સવારે નવણા કોઠે ઘઉંના જુવારા, અલોવેરા, આમળાં, ગળો, બ્રાહ્મીનું ભેગું કરીને ૨૦૦ મિલિ (એક ગ્લાસ) જયુશ પીવુ જોઈએ. ગમે ત્યારે કોઈ પણ પ્રવાહી કે પાણી ઘુતડે-ઘુતડે અને બેસીને લોટા દ્રારા જ પીવુ ઉત્તમ છે. સૂર્યોદય પેલા ઉઠી જવું જોઈએ અને સાંજે સુર્ય આથ્યમાં પછીના ૩-૪ કલાક પછી સુઈ જવું જોઈએ. સવારે ૯ વાગ્યા પેલા જમી લેવું જોઈએ અને સુર્ય આથ્યમાં પછીના વધુમાં વધુ એક-ડોઢ કલાકમાં સાંજે જમી લેવું જોઈએ. સાંજે જમ્યા પછી કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવો જોઈએ નહિ.

•   ટૂથબ્રશથી દાતણ કરવા કરતા દંત મંજનથી ૧૦ મિનીટ મંજન કરવું જોઈએ. ટૂથબ્રશથી દાતણ અઠવાડિયામાં ફક્ત એક જ વખત કરવું જોઈએ. સવારે વધુમાં વધુ, બપોરે મીડીયમ અને સાંજે એકદમ હલકો ખોરાક લેવો જોઈએ. જમતી વખતે મન શાંત અને પ્રવિત્ર રાખવું જોઈએ તેમજ વાતચીત કરાવી જોઈએ નહિ. ઓછામાં ઓછા ૨૨-૨૫ વખત ચાવીને ધીરે ધીરે ખાવું જોઈએ. ક્યારેય પણ ચા કે કોફી પીવી નહી અને તેની બદલે ગ્રીનટી પીવી જોઈએ.

•   લીલોતરી શાકભાજી, દેશી ગાયનું દુઘ, ઘી અને દેશી ગોળનો ભોજનમાં વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. હમેંશા સિંધવ મીઠું, ખડી સાકર અને વિના રીફયાનીંગ તેલનો ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ. અલગ અલગ પ્રકારના શાકભાજી (મિક્ષ સબજી) ભેગા કરવા જોઈએ નહિ. વિરોધાભાષી ખોરાક જેમ કે દૂધ-મીઠું, દૂધ-ફળ, દૂધ-દહીં, દહીં-વડા, મગ-ઘી તેમજ કોઈ પ્રકારની કઠોળની દાલ તેમજ ફળફળાદી ભેગા કરીને ખાવા જોઈએ નહિ. ફ્રીજ કે માયક્રોયોવાન મીનીમમ ઉપયોગ કરવો જોઈએ. ક્યારેય પણ આયોડીન મીઠું, ખાંડ, રીફયાનીંગ તેલ કે મેંદાનો ભોજનમાં ઉપયોગ લેવો જોઈએ નહિ.

•   જમ્યા પછી ૧ કલાકે પાણી પીવુ જોઈએ અને જમ્યા પેલા ૩૦-૩૫ મિનીટ પેલા પાણી પીવુ જોઈએ નહિ. ફ્રીજનું ઠંડું પાણી કે અન્ય ઠંડું પીણું પીવું જોઈએ નહિ. બધું ભેગું મળીને દરરોજ ૩ લીટર પ્રવાહી પીવુ જોઈએ.

•   બપોરે જમ્યા પછી ૩૦ મિનીટ સુવું જોઈએ. સાંજે જમ્યા પછી ઓછામાં ઓછા ૫૦૦ પગલા ચાલવું જોઈએ અથવા ૨ કલાક કામ કરવું જોઈએ. જમ્યા પછી વધુમાં વધુ વ્રજરાશન માં બેસવું ઉત્તમ છે. ગરમ જમ્યા પછી ઠંડું પાણી કે ઠંડું વસ્તુ ખાવી જોઈએ નહિ તેજ રીતે ઠંડું પાણી કે ઠંડું વસ્તુ પછી ગરમ વસ્તુ ખાવી જોઈએ નહિ. પેટ સાફ રાખવા માટે ત્રિફલાચૂર્ણ એક ચમચી સાંજે અથવા જીરાનું પાણી મધ સાથે અથવા અજમા એક ચમચી લેવા જોઈએ. રાત્રે સુતી સમયે દૂધીનું ૨૦૦ મિલિ (એક ગ્લાસ) જયુશમાં કાળા મરી, સિંધવ મીઠું નાંખીને પીવુ જોઈએ.

•   રાત્રે ૭ દાણા બદામ કે અખરોટ પલાણીને, સવારે પીચીને મધ સાથે નવણા કોઠે ખાવા જોઈએ. હંમેશા અળચીનો મુખવાસમાં ઉપયોગ કરવો જોઈએ.

•   મહિનામાં બે-ત્રણ વખત એક મગ (તેનાથી વધુ નહિ) જેટલો ચુનાને પાણીમાં ઘોળીને પીવો જોઈએ. બદામનું તેલ કે ગાયના ઘીના ત્રણ ટીંપા અઠવાડિયામાં એક વખત સુતી સમયે નાકમાં નાંખવા જોઈએ.

•   વધુમાં વધુ ૮ કલાક અને ઓછામાં ઓછું ૬ કલાક ગાઢ ઊંઘ લેવી જોઈએ. પૂર્વ અને દક્ષિણ દિશામાં સુવું જોઈએ, ઉત્તર દિશામાં સુવું જોઈએ નહિ.

•   દિવસમાં દરેક કલાકે આપના શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

•   કુદરતી આવેગો જેમ કે હસવું, મુત્ર, માલ, છીંક રોકવા નહિ.

•   અઠવાડીયમાં એક વખત સવારમાં મોઢામાં આંગળી નાંખીને વમન ક્રિયા કરવી જોઈએ.

•   હંમેશા બે મિનીટ સવારમાં કે સાંજે તાલી બગાડવી જોઈએ.

•   સવારે-સાંજ એમ બે વખત સંડાસ જાવું જોઈએ.

•   હંમેશા દરરોજ જમવાનો, સુવાનો, ઉઠવાનો, ચાલવાનો કે અન્ય કોઈ પણ વર્કનો સમય દિવસમાં એક જ હોવો (શીડ્યુલ) જોઈએ.

•   ઘર જેટલુ બને તેટલુ ખુલ્લું અને ચોખ્ખું રાખો એટલે જરૂરિયાત વિનાની વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહિ.

•   ક્યારેય પણ અશુદ્ધ વિચાર કે કોઈના પ્રત્યે દ્વેષ રાખવો જોઈએ નહિ. ક્યારેય પણ એક સાથે અને એક સમયે બે કામ કે ડબલ વિચારવું જોઈએ નહિ.

•   દરરોજ ઘરમાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ.

•   ગળામાં કે હાથમાં સોનું પહેરવું ઉત્તમ છે અને કેડની નીચે ચાંદી પહેરવી ઉત્તમ છે

•   નાસ્તિક વ્યક્તિ વધુમાં વધુ રોગથી પીડાય છે તેથી સવારમાં રોજ ભગવાનની પુંજા કરવી જોઈએ.

•   એસીડીટી માટે ૨૦૦ મિલિ (એક ગ્લાસ) દૂધીનું જયુશમાં ગાજરનો રસ, કોથમીરનો રસ, કાળા મરી, સિંધવ મીઠું નાંખીને પીવુ જોઈએ.

આ કોઈનું કોપી કરેલ નથી, બધી રીતે જાતે અભ્યાસ કરેલ, પ્રેકટીકલ અને જોયેલું છે તો બીજા લોકોને ફોરવડે કરો ગ્રુપમાં અને મિત્રોને જેથી તેઓં પણ લાભ લઈ શકે, અભાર. – Shailesh Gajera.. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો