સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ: 10 જ દિવસમાં બેટરીવાળી 100 કાર વેચાઈ, 2 માસનું વેઇટિંગ, સરકારની સબસિડીનો લાભ મળતાં ઇ-વાહનનો ટ્રેન્ડ વધ્યો

સુરતમાં ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી છે, જેમાં બાઈક પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને ફોર-વ્હીલર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે, જ્યારે તેમનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી છે, જેને લઈને લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. ઈલેક્ટ્રિક પોલિસી જાહેર કર્યાના 10 દિવસમાં જ સુરતમાં 100 ઈલેક્ટ્રિક કારનું બુકિંગ થઈ ગયું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક કારમાં 2 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરમાં ત્રણ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો બન્યાં
સુરતમાં જે કાર મળી રહી છે એને ઘરે ચાર્જ કરી શકાય છે. 6થી 8 કલાકમાં બેટરી ફુલ ચાર્જ થાય છે, પરંતુ શહેરમાં અલગ અલગ જગ્યાએ 3 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બન્યાં છે, જેમાં કાર ફુલ ચાર્જ કરતાં 1 કલાકનો સમય થાય છે.

50 ટકા ઇલેક્ટ્રિક કારની ડિલિવરી અષાઢી બીજ રથયાત્રાના દિવસે થશે
બે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા સુરતમાં ઈ-કારના અલગ-અલગ મોડલ લોંચ કરવામાં આવ્યાં છે. બંને કંપનીઓ મળીને અંદાજે 100થી ‌વધારે કારનું બુકિંગ થઈ ગયું છે, પરંતુ એમાંથી એકસાથે 50 જેટલી કારની ડિલિવરી અષાઢી બીજના દિવસે આવશે.

ઇલેક્ટ્રિક કાર માટે ખૂબ ઇન્કવાયરી આવી રહી છે
એક કાર ડીલરના સાઉથ ગુજરાત સેલ્સ મેનેજર રાહુલ ત્રિપાઠી કહે છે, ‘હવે ઈલેક્ટ્રિક કારને જોવાનો લોકોનો નજરિયો બદલાઈ ગયો છે. હવે ફ્યુચર બેટરીવાળી કારનું છે, જેને લઈને લોકો બેટરીવાળી કાર તરફ વળ્યા છે. લોકોમાં ગઝબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા સબસિડી જાહેર કરવામાં આવી છે, જેને કારણે લોકોને ફાયદો થતો હોવાથી તેઓ ઈ-કારના ઉપયોગ તરફ વળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો