બરફમાં ગર્ભવતી મહિલા માટે દેવદૂત બન્યા આર્મીના 100 જવાન, 4 કલાક ચાલીને મહિલાને સ્ટ્રેચર પર લઇને હોસ્પિટલ પહોંચાડી, બાળક અને મહિલા બન્ને સ્વસ્થ

અત્યારે જમ્મુ કાશ્મીરમાં બારે બરફવર્ષાના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ સમયે શ્રીનગર પાસે એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ઇમરજન્સી પરિસ્થિતિ ઉભી થઇ હતી. આવા સમયે જાંબાઝ જવાનો તેની મદદે આવ્યા હતા. ભારતીય આર્મીના ચિનાર કોર્પ્સના 100 જવાનો 30 અન્ય નાગરિકો સાથે તે મહિલાને સ્ટ્રેચર પર લઇને ચાર કલાક સુધી ચાલ્યા હતા. બરફની વચ્ચે આ ભારે મહેનત વાળું કામ કરીને તેમણે યોગ્ય સમય સુધીમાં મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. ત્યાં બાળક અને મહિલાનું સ્વાસ્થ્ય સારું હોવાના સમાચાર છે.

જમ્મુ-કાશ્મીરનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને વીડિયો શેર કરી સેનાને અભિનંદન પાઠવ્યા છે. ઇન્ડિયન આર્મીના ચિનાર કોર્પ્સની તરફથી માહિતી આપવામાં આવી કે ભારે બરફવર્ષાની વચ્ચે એક ગર્ભવતી મહિલા શમીમાને હોસ્પિટલ લઇ જવાની જરૂર પડે છે. આ દરમ્યાન ચાર કલાક સુધી 100થી વધુ સેનાના જવાન અને 30 સામાન્ય નાગરિક શમીમાની સાથે ચાલતા રહ્યા. શમીમાને સ્ટ્રેચર પર બરફમાંથી લઇ જવામાં આવી હતી.

પીએમે વીરતાના કર્યા વખાણ

શમીમાએ હોસ્પિટલમાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. અત્યારે માતા અને બાળક બંને સ્વસ્થ છે. તેના પર પીએમ મોદીએ ટ્વીટ કરી સેનાની બહાદુરીની મિસાલ ગણાવી. તેમણે લખ્યું કે આપણી સેનાને તેની વીરતા અને પ્રોફેશનાલિઝ માટે ઓળખાય છે અને માનવતા માટે પણ. જ્યારે પણ લોકોને જરૂર પડે છે ત્યારે આપણા સેના દરેક શકય વસ્તુઓ કરે છે. આપણી સેના પર ગર્વ છે. તેમણે શમીમા અને બાળકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી.

જવાનો માટે જીવલેણ

છેલ્લાં ચાર વર્ષના આંકડા પર નજર કરીએ તો 74 જવાન હિમસ્ખલનના લીધે શહીદ થઇ ગયા. 2016મા હિમસ્ખલનની ઝપટમાં આવતા 18 જવાન શહીદ થઇ ગયા. 2017ની સાલમાં સૌથી વધુ 30 જવાન બરફના તોફાનનો શિકાર બન્યા. 2018મા 6 જવાનોને હિમસ્ખલનના લીધે શહાદત આપવી પડી ત્યાં 2019મા પણ 20 જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો