એપાર્ટમેન્ટમાં રહેતા માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં 12 માળની બિલ્ડીંગના પાંચમાં અને છઠ્ઠા માળ વચ્ચે લીફ્ટમાં ફસાયો બાળક, પછી શું થયું જુઓ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ઉતરાણ (Mota varacha Surat) એક એપાર્ટમેન્ટમાં (Utran surat) આજે એક બાળક રમતા રમતા અચાનક લિફ્ટમાં ફસાય ગયો હતો જોકે તેની જાણકારી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ફાયર વિભાગને આપતા ફાયર બ્રિગેડ બનાવ વાળી જગ્યા પર આવીને બાળકને રેસક્યૂ કરી (Rescue by fire brigade) બહાર કાઢ્યો હતો. જોકે બાળક એટલી હદે ગભરાયેલ હતો તે હેબતાઈ ગયો હતો ત્યારે બીજી બાજુ બિલ્ડર દ્વારા દ્વારા હલકી ગુણવત્તાની લીફ્ટ મૂકવામાં આવી હોવાના આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા
બનાવની વિગત એવી છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઉતરાણ વિસ્તારમાં આવેલી એમ્પોરીસ ગેલેક્સિ નામની બિલ્ડીંગમાં બપોરના સમયે એક બાળક રમતા રમતા લિફ્ટમાં ફસાઈ ગયું હતું એમ્પોરીસ બિલ્ડીંગના બી વિભાગમાં રહેતો વંશ પરેશ સવાણી(ઉ.વ.આ.10) પોતાના મિત્રો સાથે રમવા માટે બિલ્ડીંગ નંબર ડીની લિફ્ટમાં જઈ રહ્યો હતો.
સુરત : લિફ્ટમાં ફસાઈ ગયો હતો 10 વર્ષનો બાળક, ફાયર બ્રિગેડે પતરૂં તોડીને બહાર કાઢ્યો pic.twitter.com/mJ55Dy5lwL
— News18Gujarati (@News18Guj) September 14, 2020
12 માળની આ બિલ્ડીંગ વંશ પાંચ અને છઠ્ઠા માળની વચ્ચે ફસાઈ ગયો હતો.જોકે બાળક ફસાય ગયા બાદ બુમાબુમ કરતા રહીશો દોડી આવ્યા હતા અને બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એપાર્ટમેન્ટના રહીશોને સફળતા નહિ મળતા આ ઘટનાની જણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી જોકે ફાયર વિભાગ તાતકાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ બાળકને રેસક્યૂ કરી કાઢ્યો હતો.
ફાયરે લિફ્ટના દરવાજા તોડીને બાળકને બચાવ્યું છે. બચાવાયેલું બાળક હાલ ડરના માર્યો હેબતાઈ ગયો હતો. જોકે રહીશો દ્વારા એમ્પોરીસ બિલ્ડીંગના બિલ્ડરો દ્વારા 88 ફ્લેટના રહિશો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. લિફ્ટની ક્વોલિટી ખૂબ નિમ્ન કક્ષાની છે. અગાઉ પણ એક વખત લિફ્ટ પાંચમા માળેથી ઝડપભેર ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. જેમાં એક દાદાને કમરના મણકાની તકલીફ થઈ ગઈ હતી તેવું જણાવવામાં આવ્યું હતું.
બિલ્ડીંગમાં પાર્કિંગ અને ફાયરબ્રિગેડની ગાડીઓ આવી શકે તેવી પણ વ્યવસ્થા નથી. જેથી અગાઉ જ બિલ્ડરો સામે ફરિયાદ રેરા અને પાલિકા કમિશનરને આપવામાં આવી છે જોકે આ ઘટના બાદ રહીશો તંત્ર સાતે બિલ્ડર સામે રોષ ભબહુકી ઉઠ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

