રિપેરિંગમાંથી સાઇકલ ન મળતા 10 વર્ષનો છોકરો પોતાના હાથે ફરિયાદ લખીને પોલીસ સ્ટેશને પહોંચી ગયો

કેરળના કોઝિકોડ શહેરમાં 10 વર્ષનો છોકરો નોટબુકના પેજમાં પોતાના અક્ષરેથી લખેલી ફરિયાદ લખીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ છોકરાની અને તેના મોટાભાઈની સાઇકલ છેલ્લા 3 મહિનાથી રિપેરિંગની દુકાનમાં છે. દુકાનવાળો તેમની સાઇકલ પરત આપતો ન હોવાથી તે ફરિયાદ લઈને પોલીસના પગથિયાં ચડ્યો હતો.

અબિને સાઇકલ રિપેરિંગ માટે 200 રૂપિયા આપ્યા હતા

10 વર્ષનો અબિન પાંચમા ધોરણમાં ભણે છે, 25 નવેમ્બરે તે પોલીસ સ્ટેશન ગયો હતો. અબિને મલયાલમ ભાષામાં લખ્યું હતું કે, અમને હજુ સુધી અમારી સાઇકલ મળી નથી. મારી અને મારા ભાઈની સાઇકલ રિપેરકરવા માટે અમે 200 રૂપિયા આપ્યા હતા. અમે ઘણી વખત તેમને ફોન પણ કર્યો પણ તે ફોન રિસીવ નથી કરતા. અને અમુક વખત ફોન ઉપાડે છે તો એવું કહે છે કે, હું તમારું કામ કરી દઈશ. અને તેની દુકાન પણ બંધ રહે છે, પ્લીઝ અમારી મદદ કરો.

દુકાનદારના દીકરાના લગ્ન હોવાથી તે વ્યસ્ત હતો

પોલીસને જ્યારે ફરિયાદ મળી ત્યારે તેમણે એક્શન લેવાનું વિચારી લીધું. ઓફિસર રાધિકા એનપી સાઇકલ રિપેરિંગવાળની દુકાને ગયા અને તેની પુછપરછ કરી. દુકાનદારે પોલીસને કહ્યું કે, મારી તબિયત સારી નહોતી અને મારા દીકરાના લગ્નમાં હું વ્યસ્ત હોવાને કારણે દુકાન ખોલી શક્યો નહોતો. તે બંને બાળકોની સાઇકલ હું જલ્દી પરત કરી દઈશ.

સોશિયલ મીડિયા યુઝર્સે વખાણ કર્યા

કેરળ પોલીસે સોશિયલ મીડિયામાં બાળકોને તેમની સાઇકલ પરત મળી ગઈ હોય તેવો ફોટો શેર કર્યો છે, પોલીસ ડિપાર્ટમેન્ટના આ કામને લઈને લોકો તેમના વખાણ કરતા થાકતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો