દેશમાં કોરોનાનો ચોંકાવનારો કેસ: 10 વર્ષના બાળકમાં સંક્રમણ બાદ લોહી ગંઠાઇ ગયું અને આંતરડા ડેમેજ થયા, પિતાનું આંતરડું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

કોરોનાનું સંક્રમણ આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. પુણેના 10 વર્ષીય ઓમ ધુલેનો આવો જ કિસ્સો સામે આવ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ ઓમનું નાનું આંતરડું સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયું હતું. આખરે પિતાના આંતરડાનો 200 સેમી ભાગ ઓમમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. કોઈ બાળકમાં જીવિત મનુષ્યનાં આંતરડાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આ દુનિયાનો પ્રથમ કેસ છે. બાળકને સંપૂર્ણ રીતે સાજો કરવા માટે 4 મહિનામાં અત્યાર સુધી 4 વખત સર્જરી કરવામાં આવી છે. હવે તે સ્વસ્થ છે.

5 પોઈન્ટમાં સમજો, કેવી રીતે ખરાબ સ્થિતિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું

1. કોરોનાના કારણે બ્લડ ક્લોટિંગ થયું

ઓગસ્ટની શરૂઆતમાં ઓમના પેટમાં દુખાવો થયો. તે સમયે કોઈને ખબર નહોતી કે કોરોનાથી સંક્રમિત થયા બાદ બ્લડ ક્લોટિંગ (લોહી ગંઠાઈ જવું)ના કારણે દુખાવો થઈ રહ્યો છે. બાળકનાં આંતરડાંમાં ગેંગરીન પણ થઈ ચૂક્યું હતું. લોહી ગંઠાઈ જવાને કારણે શરીરના ઘણાં અંગો સુધી લોહી નહોતું પહોંચી રહ્યું અને આંતરડાં ડેમેજ થઈ ચૂક્યાં હતાં. ​​​​​​​

2. સર્જરી કરીને આંતરડું કાઢવામાં આવ્યું

8 ઓગસ્ટના રોજ તેને પનવેલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તપાસમાં ખબર પડી કે તેના નાના આંતરડાને નુકસાન થયું છે અને કોરોનાથી સંક્રમિત પણ છે. સર્જરી કરીને આંતરડાને કાઢવામાં આવ્યું. આ ઓપરેશન બાદ તેને 28 ઓગસ્ટના રોજ પુણેની જ્યુપિટર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. અહીં બે વખત તેની સર્જરી થઈ. ​​​​​​​

3. ગળામાં પોર્ટ લગાવીને ખાવાનું આપવામાં આવતું

જ્યુપિટર હોસ્પિટલના સંક્રામક રોગ નિષ્ણાત ડૉ. રાજીવ સોમણના જણાવ્યા અનુસાર, બાળક કોવિડની ગંભીર સ્થિતિ સામે લડી રહ્યો હતો. આવો એક કેસ ઈટાલીમાં સામે આવ્યો હતો, જેમાં દર્દીની સ્થિતિ નાજુક હતી.

સર્જરી કરનાર ડૉ. ગૌરવ ચોબલના જણાવ્યા પ્રમાણે, આંતરડામાં સંક્રમણ રોકવા માટે સર્જરી કરવી પડી. ગળામાં પોર્ટ લગાવવામાં આવ્યું તેની મદદથી ખાવાનું આપવામાં આવ્યું. ત્રણ મહિના સુધી ડોનર ન મળવાને કારણે સમસ્યા વધી રહી હતી. હવે લિવર સુધી તેની અસર થવા લાગી હતી.

4. 10 કલાક આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ ચાલ્યું

4 નવેમ્બરના રોજ જ્યુપિટર હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ થઈ. 5 નવેમ્બરના રોજ બાળકમાં આંતરડાનો ભાગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. 10 કલાક ચાલેલી સર્જરીમાં પિતાના આંતરડાનો એક ભાગ બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. બાળકની સ્થિતિ હવે સારી છે અને 3 મહિનામાં પહેલી વખત તેણે દાળ-ભાત ખાધા છે.

5. જીવિત મનુષ્ય 40% આંતરડું ડોનેટ કરી શકે છે

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોઈપણ જીવિત સ્વસ્થ વ્યક્તિ તેના આંતરડાનો 40 ટકા ભાગ ડોનેટ કરી શકે છે. બાળકને આંતરડાનો એક ભાગ ડોનેટ કર્યા બાદ પિતા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. સર્જરીના 8મા દિવસથી બાળક સામાન્ય રીતે ખોરાક લઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો