સિસ્ટમ સામે લાચાર પરિવારની વેદના: 10 લાખ ખર્ચ કર્યા પણ પિતા ન બચી શક્યા, રાત્રે ખબર નહીં કોણ પપ્પાને મળતો ઓક્સિજન સપ્લાઈ બંધ કરી દેતું હતું..

ઉત્તર પ્રદેશનાં લખનઉ અને ગોરખપુરમાં કોરોના મહામારીનાં કપરાકાળમાં આંખ ભીંજવી નાખે એવા 2 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ સમય જ એવો છે કે લોકો નિઃસહાય અને લાચાર બની ગયા છે. દેશભરમાં અત્યારે મહામારીનાં પગલે લોકો પોતાના અંગત સંબંધીઓને ગુમાવી રહ્યા છે. કોરોના મહામારીમાં યોગ્ય સારવાર ન મળતા તથા ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત સર્જાતા પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે. લોખો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ લોકોને મોતનાં મુખમાંથી બહાર લાવી શકાતા નથી. અમે તમને એવા 2 પરિવારનાં કિસ્સા જણાવી રહ્યા છીએ, જેમાં તેઓએ જીવનભરની કમાણીને ખર્ચ કરી નાખી તેમ છતાં સિસ્ટમ સામે લડત હારી ગયા હતા…..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પહેલો કિસ્સોઃ રાત્રે ખબર નહીં કોણ પપ્પાને મળતો ઓક્સિજન સપ્લાઈ બંધ કરી દેતું હતું….

અમે ત્રણ બહેનો છીએ, જેમાં પ્રિયા સૌથી મોટી પછી પ્રિયંકા અને હું (શ્વેતા). અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મધ્યમ વર્ગીય પરિવાર તો આની બહાર ક્યારે આવી શકશે એ તો કોઈને પણ નથી ખબર. હું જે સિસ્ટમમાં હોવાનું ગર્વ કરતી હતી; એનાથી જ હું હારી ગઈ છું. અમે 3 બહેનો છીએ અને અમે આ મહામારીનાં સમયમાં પિતાને ગુમાવી દીધા છે.

મારા પિતાનું સ્વાસ્થ્ય 9 એપ્રિલે કથળી ગયું હતું, જેથી અમે તેમને લખનઉની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માટે લઈ ગયા હતા. પિતાની સારવાર માટે હોસ્પટિલ પ્રશાસને પહેલાથી જ દોઢ લાખ રૂપિયા લઈ લીધા હતા. તેઓએ એમના છેલ્લા શ્વાસ સુધી અમારી પાસેથી 6 લાખ રૂપિયા લીધા હતા. રોજ અમને 32 હજારની દવા લાવવી પડતી હતી. બે-ત્રણ દિવસ બધુ બરોબર રહ્યું પછી અમને અમારા પિતાએ જાણ કરી હતી કે રોજ રાતનાં સમયે એમનું ઓક્સિજનનું માસ્ક કોઈક નિકાળીને જતું રહે છે. અમે આ અંગે ડૉકટરને ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેઓ અમને ધક્કા મારીને હોસ્પિટલમાંથી બહાર કાઢી મૂકતા હતા. અમે તમામ ડૉકટરો સામે હાથ જોડ્યા, ભીખ માંગી તેમ છતાં એમને અમારી વાત સાંભળી નહોતી. છેલ્લે 12 દિવસ પછી અમને સમાચાર મળ્યા હતા કે પિતાનું અવસાન થયું છે.

પિતાનાં મૃત્યુનાં બે કલાક પહેલા તો અમે એમની સાથે વાતચીત કરી હતી, તેઓએ જણાવ્યું હતું કે એમના ઓક્સિજનનું લેવલ પણ નોર્મલ થયું છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો નોંધાયો છે. અચાનક એવું તો શું થયું કે પિતાનું અવસાન થઈ ગયું? અમે ખાલી એટલું જ જાણીએ છીએ કે જો કોઈએ ખરાબ કર્યું હશે તો ઉપરવાળો ઇશ્વર એનો હિસાબ લેશે.

બીજો કિસ્સામાં પતિને બચાવવા માટે બધા ઘરેણાં ગીરવે મૂક્યા, છતાં પણ એમની લાશ મળી

ગોરખપુરનાં નિવાસી રેખા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારા પતિને 20 એપ્રિલે કોરોના થયો હતો. અમે 2 દિવસ સુધી હોસ્પિટલમાં બેડ મેળવવા માટે ભટકતાં રહ્યા પરંતુ અમને મળ્યો ન હતો. મારે 8 વર્ષની દીકરી અને 12નો દીકરો છે. છેલ્લે મને 22 એપ્રિલે એક ખાનગી હોસ્પિટલમાં બેડ મળ્યો હતો, જ્યાં સૌથી પહેલા મારી પાસેથી 50 હજાર અને પછી 70 હજાર રૂપિયા પડાવી લેવાયા હતા. તેમ છતાં અમને વેન્ટિલેટર મળ્યું નહતું. બે દિવસમાં દોઢ લાખ રૂપિયા ખર્ચ કર્યા હોવા છતાં પણ હોસ્પિટલે ત્રીજા દિવસે પતિનો મૃતદેહ મોકલ્યો હતો.

હું જ્યારે બહારની દુનિયામાં આવી ત્યારે ખભર પડી હતી કે લોકો તો મૃતદેહમાંથી જ પોતાની તોતિંગ કમાણી કરી રહ્યા છે. કોરોના સંક્રમિત મૃતદેહને હોસ્પિટલથી સ્મશાન લઈ જવા માટે પણ કોઈ તૈયાર થતું નહોતું. એમ્બ્યુલન્સવાળા 10 હજાર રૂપિયા સુધી ભાવતાલ કરવ્યા બાદ માન્યા હતા. સ્મશાનમાં 2 હજારનાં લાકડા, 5 હજારમાં મળ્યા હતા. અંતિમ સંસ્કાર કરાવનારે 8 હજાર રૂપિયા લીઘા હતા. મને એ નથી ખબર કે આ બધુ યોગ્ય છે કે અયોગ્ય… પરંતુ ભગવાન બધુ જોઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો