ગોઝારો અકસ્માત: વડોદરા હાઈવે પાસે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર-ટ્રેલર વચ્ચે અકસ્માત, 5 મહિલા સહિત 10નાં મોત

વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇસર ટેમ્પોમાં ફસાયેલા તમામ 27 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને SDM સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું…

મૃતકોમાં 5 મહિલા, 3 પુરુષ અને 2 બાળક સામેલ

સવારે મળસ્કે 4 વાગે અકસ્માતની ઘટના બનતાં સમગ્ર નેશનલ હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું કે,અકસ્માતમાં ઘટના સ્થળે 9 લોકોના મોત થયા હતા અને 2 લોકોના સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. આમ અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 2 બાળક સામેલ છે. હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

અકસ્માતમાં મૃતકોની યાદી

  • -હંસાબેન ખોડાભાઇ જીંજા(ઉ.11)
  • -ભૌતિક ખોડાભાઇ જીંજા(ઉ.11)
  • -દિનેશભાઇ ઘુઘાભાઇ બદલાણીયા
  • -દેવાંશી બિજલ ખડીયા
  • -નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા
  • -પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા
  • -દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા
  • -ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા
  • -રૂતિક જીન્જુવાડીયા
  • -ખોડાભાઇ ચુનાભાઇ આહીર

આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતા ટેમ્પોમાં બેઠેલા લોકો એકબીજા સાથે અથડાતા મૃત્યુ પામ્યા હતા. રાત્રિના સમયે અકસ્માત થતાં લોકો ટેમ્પોમાં ઊંઘી રહ્યા હતા, જેથી કેટલાક લોકોના તો ઊંઘમાં જ મોત થયા હતા.

મૂળ ભાવનગરના તળાજાના લોકો સુરતના વરાછા અને પૂણે ગામમાં રહેતા હતા અને સુરતમાં હીરા ઘસૂ સહિતના નોકરી-ધંધા સાથે સંકળાયેલા હતા. અને રાત્રે 12 વાગ્યે સુરતથી પાવાગઢ દર્શને જવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન રાત્રે 3 વાગ્યે વડોદરા પાસે અકસ્માત થયો હતો. જેમાં 11 લોકોના મૃત્યુ થતાં સુરતના વરાછા અને પૂણે ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતથી પાવાગઢ જતી ટ્રકને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો