નાના બાળકોની માતાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો, ગળામાં બાંધેલા તાવિજનો દોરો એક વર્ષના બાળકના મોતનું કારણ બન્યો

બાળકને ઘોડિયામાં સુવડાવીને કામકાજ કરવા લાગતી માતાઓની આંખ ઉઘાડતો કિસ્સો ઉત્તર પ્રદેશમાં (uttar pradesh) બન્યો છે. ઘોડિયામાં સુવડાવેલા બાળકના ગળામાં બાંધેલો દોરો બાળકના મોતનું કારણ બન્યું હતું. બાળકના મોતના (child death) કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં કાંધલા વિસ્તારમાં આવેલા ગઢી ગામમાં રહેતા શાહિદના એક વર્ષના પુત્ર સાહિલનું ગુરુવારે સવારે ઘરના આંગણામાં રાખેલા ઘોડિયામાં રમતા રમતા સુઈ ગયો હતો. શાહિદના જણાવ્યા પ્રમાણે બાળક સુઈ ગયા બાદ માતા અને પરિવારના લોકો પોત-પોતાના કામમાં લાગી ગયા હતા.

આ દરમિયાન બાળકના ગળામાં બાંધેલા તાવિજના દોરો ઘોડિયામાં ફસાઈ ગયો હતો. દોરો ઘોડિયામાં ફસાઈ જતા બાળકનું ગળું દબાયું હતું. જેના કારણે શ્વાસ રુંધાતા તેનું મોત નીપજ્યું હતું.

થોડીવાર પછી બાળકની માતા તેને જોવા માટે આવી તો દોરો ઘોડિયામાં ફસાયેલો જોયો અને તરત જ બાળકને ઉપાડી લીધો પરંતુ બાળકમાં કોઈ હરકત જોવા ન મળી અને પગ પડી જતા હતા. માતાની બુમો સાંભળીને પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા.

બાળકને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા હતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોત બાદ પરિવારજનોમાં શોકની લાગણી ફેસાઈ હતી. ડોક્ટર તિલક સિંહના જણાવ્યા પ્રમાણે બાળકનું શ્વાસ રુંધાવાના કારણે થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો