મોતના સાચા આંકડા છુપાવતી સરકાર; ગુજરાતમાં 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં, પણ કોરોનાથી માત્ર 4,218નાં મોત નોંધ્યાં

ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે. 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે સરકારે કોરોનાથી 4218 મોત નોંધ્યા હોય, પણ આ દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં હતાં. ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટના જે આંકડા અમારી પાસે આવ્યા છે એ અત્યંત ચોંકાવનારા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગત વર્ષ કરતાં આ વર્ષે મોત બમણાં
મૃત્યુનાં પ્રમાણપત્રો મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં રાજ્યમાં 26,026 મોત, એપ્રિલમાં 57,796 મોત નોંધાયાં હતાં, જ્યારે મે મહિનાના શરૂઆતના 10 દિવસમાં આ આંકડો વધીને 40,051 થયો હતો. આ આંકડાઓની સરખામણી 2020ના આ જ મહિનાઓ સાથે કરીએ તો માર્ચ 2020માં 23352, એપ્રિલ 2020માં 21591 તથા મે 2020માં 13125 મોત થયા હતા, એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષના શરૂઆતના 71 દિવસમાં મરણનો આંકડો બે ગણો વધારે છે.

  • માર્ચ 2021 – 26026
  • માર્ચ 2020 – 23352
  • એપ્રિલ 2021 – 57796
  • એપ્રિલ 2020 – 21591
  • મે 2021 – 40051
  • મે 2020 – 13125

ટોચનાં 5 શહેર, જ્યાં 71 દિવસમાં 45,211 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં

શહેર કોરોના મોત ડેથ સર્ટિફિકેટ
અમદાવાદ 2126 13593
સુરત 1074 8851
રાજકોટ 288 10887
વડોદરા 189 7722
ભાવનગર 134 4158

ટોચના 5 જિલ્લા, જ્યાં 71 દિવસમાં 21,908 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં

જિલ્લો કોરોના મોત ડેથ સર્ટિફિકેટ
મહેસાણા 132 3150
રાજકોટ 418 7092
જામનગર 341 2783
અમરેલી 36 5449
નવસારી 9 3434

…આ 5 જિલ્લા, જ્યાં 71 દિવસમાં સૌથી ઓછા 1,947 સર્ટિફિકેટ ઇસ્યુ

જિલ્લા કોરોના મોત ડેથ સર્ટિફિકેટ
છોટાઉદેપુર 28 78
નર્મદા 9 368
મહીસાગર 41 419
ડાંગ 13 556
પાટણ 51 526

80% મોત કૉ-મોર્બિડનો ભોગ બનેલા દર્દીઓનાં, સૌથી વધુ હાયપરટેન્શનનાં
ડૉક્ટરો, દર્દીઓનાં સગાં પાસેથી મળેલી વિગતો મુજબ, 2021ના માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસ એમ કુલ 71 દિવસમાં જે મૃત્યુ થયાં એમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી. રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાયપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓનાં થયાં છે. બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટીસ અને કિડની, લિવરની બીમારીથી પીડિત દર્દીઓનાં થયાં છે. અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું છે.

4% મોત રિકવર થયા પછી બ્લડ ક્લોટિંગને કારણે હાર્ટ-અટેકથી થયાં
વિગતો અનુસાર કોરોનામાંથી રિકવર થયા બાદ હાર્ટ-અટેકને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા અંદાજે 3500થી 4000 જેટલી રહી છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ ચાલી હોવાથી હૃદયમાં બ્લડ ક્લોટિંંગને કારણે કોરોનામાંથી રિકવર થયા પછી હૃદયરોગનો હુમલો દર્દી માટે જોખમી પુરવાર થઈ શકે છે.

60% મોત 45+ના લોકોનાં, 20% મોત 25થી ઓછી વયના લોકોનાં થયાં
ગુજરાતમાં સૌથી વધુ મોત એવા લોકોના થયાં છે જેમની વય 45 કરતાં વધારે વર્ષની હતી. જોકે આ ઉંમરમાં અન્ય બીમારીઓ પણ હોય છે અને ઇમ્યુનિટી પણ ઓછી હોય છે. તેથી કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના તેમને વધારે રહે છે. બીજી ચોંકાવનારી બાબત એ છે કે આશરે 20 ટકા 25 વર્ષથી ઓછી વયના લોકોના છે.

71 દિવસમાં ઇસ્યું થયેલાં ડેથ સર્ટિફિકેટ
કોરોનાને કારણે થયેલાં મોતના સાચા આંકડા સરકારે મોર્બિડ-કૉ મોર્બિડના નામે આપવાનું ટાળ્યું છે, પણ સરકાર દ્વારા જ આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસમાં ઇસ્યુ થયેલાં મૃત્યુનાં પ્રમાણપત્રના આંકડા વાસ્તવિકતાનો અંદાજ આપે છે. અહીં 2021ના ત્રણ મહિનામાં તથા 2020માં માર્ચ, એપ્રિલ અને મેના 10 દિવસમાં ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટની વિગતો આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો