સુરત: બીજાને ચોર કહેનાર પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી શર્માનો ભાંડો ફૂટ્યો, ઇન્કમટેક્સની રેડમાં સામે આવી 40-50 કરોડની મિલકતોની વિગતો

સુરતના જ્વેલર્સ સામે ટ્વિટર પર મની-લોન્ડરિંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે પાડેલા દરોડા યથાવત્ રહ્યા છે. તપાસમાં શર્માની દસ જેટલી મિલકત સામે આવી છે, જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની છે. આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે. અત્યારસુધી 90 લાખનું કમિશન પણ મેળવી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીવીએસ શર્મીની પૂછપરછ દરમિયાન તબિતય લથડી હતી. જેને લઈને હાલ તેમને આરામ આપવામાં આવી રહીયે છે.

સુરતના કલામંદિર જ્વેલર્સ પર ભૂતપૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીની રાત્રે 110 કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી નાખ્યાનો વિવાદ ચાલી રહ્યો છે. ટ્વિટર પર મની- લોન્ડરિંગનો આરોપ લગાવી ચર્ચામાં આવેલા શર્માના ઘરે 21મીના રોજ રાત્રિથી ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. શર્માએ વર્ષ 2005-06 VRS લીધું ત્યારે ઇન્સ્પેક્ટરનો પગાર સ્કેલ 60 હજારની નજીક હતો. નોકરી છોડ્યાના 15 વર્ષ બાદ હવે તેમનો એક કંપનીમાં પગાર દોઢ લાખ છે, બીજી કેટલી ઇન્કમ છે એ અધિકારીઓ શોધી રહ્યા છે. અત્યારસુધીમાં 40-50 કરોડની 10 જેટલી સંપત્તિ મળી છે.

અધિકારીઓએ કહ્યું હતું કે શર્માએ તપાસમાં સહકાર આપ્યો નહોતો. તેઓ દરેક કામમાં દખલ કરતા રહ્યા હતા, આથી એક તબક્કે અધિકારીઓએ એફઆઇઆર નોંધવવાની પણ તૈયારી દર્શાવી હતી.

કોણ છે PVS શર્મા?

સુરત આઇટીમાં 90ના દાયકામાં પીવીએસ શર્માનું પોસ્ટિંગ થયું હતું. તેઓ યુનિયનમાં પણ રહ્યા હતા. ઇન્સ્પેકટર તરીકેની કારકિર્દીમાં તેઓ એસેસમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન વિંગમાં રહ્યા હતા. 2001થી 2004માં ઓલ ઇન્ડિયા ગુજરાત સર્કલમાં પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. 2004થી 2007 સુધી ઓલ ઇન્ડિયા ઇન્કમટેક્સ ઓફિસર્સ ફેડરેશનના ઉપપ્રમુખ પણ રહી ચૂકયા હતા. બાદમાં એમએલએ ઇલેકશન લડવાના ચક્કરમાં વીઆરએસ લઇ લીધું હતું અને બાદમાં ટિકિટ મળી ન હતી. ત્યાર બાદ તેઓ સક્રિય રીતે 2007માં ભાજપમાં જોડાયા હતા. 2010થી 2015ની ટર્મમાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. તેમણે સુરતમાં 2006માં શક્તિ પ્રદર્શન કર્યું હતું.

શાહ પ્રજાપતિ એન્ડ કન્સ્ટ્રકશનમાં પણ શર્મા ડાયરેક્ટર છે. પત્ની પણ તેમાં ડાયરેક્ટર પૈકીની એક છે. આ કંપનીની કેપિટલ એક લાખ છે અને 2.02 કરોડની વેલ્યુ છે. આ કંપનીમાં બિલ્ડર ભરત શાહ અ્ને ધવલ શાહ પણ શેરહોલ્ડર છે. અધિકારીઓ કહે છે કે શર્મા પાસે આ કંપનીના એક પણ શેર નથી. આ શેલ કંપની છે કે કેમ એની પણ તપાસ થઈ રહી છે.

મુંબઇની કુસુમ સિલિકોન કંપનીમાં પીવીએસ શર્માએ નોકરી બતાવી છે, જે કંપનીમાં તેઓ વર્ષ 2011થી જોડાયેલા બતાવાયેલા છે. મહિને દોઢ લાખનો પગાર મળે છે અને અત્યારસુધી આઠથી નવ વર્ષમાં તેમને 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે. અધિકારીઓ કહે છે કે મુંબઇની કંપનીમાં તપાસ ચાલુ છે. સ્ટાફ શર્મા કોણ છે એ પણ ઓળખતા નથી. કંપની શું કરે છે, શર્મા સુરતમાં રહેતા હોય, પગાર કંઇ બાબતનો ચૂકવવામાં આવે છે એની તપાસ થઈ રહી છે. આ ઉપરાંત કુસુમ ડાઇકેમ નામની પણ એક કંપની મળી છે જેની પણ તપાસ ચાલી રહી છે. આ કંપનીના માલિક કુસુમ ખંડેલિયા અને કૌશલ ખંડેલિયાના પાર્લેપોઈન્ટસ્થિત ઘરે પણ દરોડા પડાયા છે.

શર્મા ન્યૂઝપેપર પણ ચલાવે છે. સંકેત મીડિયાની ઓફિસે પણ અધિકારીઓ તપાસ કરી છે, જેમાં કૌશલ ખંડેલિયા અને કુસુમ ખંડેલિયા પણ ડાયરેક્ટર છે. તેની હજ્જારો કોપી બતાવાઈ છે. 90 લાખનું ટ્રાન્ઝેકશન પણ બતાવાયું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આઇટીની તપાસ દરમિયાન પીવીએસ શર્માની તબિયત લથડી હતી. મોડી રાત્રે અધિકારીઓએ ડોક્ટરને બોલાવવાની ફરજ પડી હતી. હાલ પીવીએસ શર્માને આરામ આપવામાં આવી રહ્યો છે. આઇટી વિભાગ દ્વારા પીવીએસ શર્માના કુલ 14 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો