ભારતમાં લૉકડાઉનના કારણે હરિદ્વારમાં ગંગા નદીનું પાણી એટલું બધું સાફ થઈ ગયું કે સરળતાથી નીચે જમીનની સપાટી જોઈ શકાય છે

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ કારણે હવે દેશની નદીઓ અને હવા ધીરે-ધીરે પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ થવા લાગી છે. આજકાલ હરિદ્વારમાં વહેતી ગંગા નદીનું પાણી પણ એકદમ સ્વચ્છ થઈ ગયું છે. ગંગા નદીનું પાણી એટલું સાફ થઈ ગયું છે કે પાણીમાંથી સરળતાથી નીચે જમીનની સપાટી જોઈ શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

દેશમાં લોકડાઉનના પગલે રસ્તા પર વાહનો, બજાર, ટૂરિસ્ટ પ્લેસ, ટ્રેન અને મૉલ્સ સહિતની ભીડવાળી તમામ જગ્યાઓ બંધ છે. લોકો ઘરમાં છે અને વ્યાવસાયિક તેમજ સામાન્ય વ્યવહાર હાલ બંધ છે. આ કારણે ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે.

એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ લૉકડાઉનના સમયે ગંગાની પાણીની સ્વચ્છતામાં 40થી 50 ટકાનો સુધારો થયો છે. હાલ લૉકડાઉનના કારણે હરિદ્વાર અને ઋષિકેશમાં આવતા શ્રદ્ધાળુઓ અને ટૂરિસ્ટ્સમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે ગંગાની નદી વધુ સ્વચ્છ થઈ છે.

આ કારણે હવે ત્યાં હરિદ્વારમાં ગંગા નદીનું પાણી એટલું સ્વચ્છ થઈ ગયું છે કે તે ગાળ્યા બાદ પી શકાય છે. કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યા બાદ ત્યાંની ઐતિહાસિક ગંગા આરતીમાં સામાન્ય જનતા માટેની એન્ટ્રી બંધ કરવામાં આવી હતી અને આ આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 30 કેસ નોંધાયા છે.

અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 8000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 643 લોકો સાજા થઈ ચૂક્યા છે. ગત 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 1035 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના કારણે 239 લોકોના મોત થયા છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 468 કેસ નોંધાયા છે અને 19 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધારે 266 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો